કોરોના મામલે ઉચ્ચ સ્તરીય બેઠક કર્યા બાદ હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા લોકસભાના માધ્યમ દ્વારા સરકારની તૈયારીની જાણકારી આપી.
દેશમાં ફરી એકવાર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. જેના માટે સરકાર દરેક મોરચે તૈયારી કરી રહી છે. ખુદ પ્રધાનમંત્રી મોદીની સ્થિતિ પર ચાંપતી નજર છે. એક દિવસ પહેલા હાઈ લેવલ મીટિંગ કર્યાં બાદ હવે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં કોરોના વિશે માહિતી આપી છે.
- Advertisement -
पिछले कुछ दिनों से दुनिया में कोविड के मामले बढ़ रहे हैं लेकिन भारत में मामले कम हो रहे हैं। हम चीन में बढ़ते कोविड मामलों और इससे होने वाली मौतों को देख रहे हैं: लोकसभा में केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मंडाविया pic.twitter.com/1wt0EjIeg3
— ANI_HindiNews (@AHindinews) December 22, 2022
- Advertisement -
લોકો માસ્ક પહેરે, સેનિટાઈઝરનો ઉપયોગ કરે
લોકસભાના માધ્યમ દ્વારા સાંસદો અને દેશને કોરોનાની સ્થિતિની જાણ કરતા માંડવિયાએ કહ્યું કે દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને સેનિટાઇઝરનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ કરવાની સલાહ આપવામાં આવી છે. જેથી દેશમાં જો નવું વેરિયંટ આવે તો તેને સમયસર ઓળખીને પગલા ભરી શકાય. આગામી તહેવાર અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને, રાજ્યોએ સતર્ક રહેવું જોઈએ.
વિશ્વની તુલનાએ ભારતની સ્થિતિ સારી છે
આરોગ્ય મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કોરોના સતત વિશ્વને અસર કરી રહ્યો છે. કોરોનાએ દરેક દેશને અસર કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘણા દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ ભારતમાં કેસ સતત ઘટી રહ્યા છે. ભારતમાં દરરોજ સરેરાશ 153 નવા કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે સમગ્ર વિશ્વમાં દરરોજ 5 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જાપાન, ચીન, દક્ષિણ કોરિયા, અમેરિકા, ફ્રાન્સ અને ઇટાલી જેવા દેશોમાં કોરોનાથી મોત અને નવા કેસ જોવા મળી રહ્યા છે.
हम वैश्विक कोविड स्थिति पर नजर रख रहे हैं और उसी के अनुसार कदम उठा रहे हैं। राज्यों को सलाह दी जा रही है कि वे कोविड-19 के नए वेरिएंट की समय पर पहचान करने के लिए जीनोम सीक्वेंसिंग बढ़ाएं: लोकसभा में केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मंडाविया pic.twitter.com/H8ThlO3ke6
— ANI_HindiNews (@AHindinews) December 22, 2022
વિદેશથી આવતા લોકોનું રેન્ડમ સેમ્પલિંગ શરૂ
આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ પણ શરૂ કરવામાં આવ્યા છે. અમે આ રોગચાળા માટે પ્રતિબદ્ધ છીએ અને આ માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. બધાએ સમજવાની જરૂર છે કે કોરોના મહામારી હજુ પૂરી થઈ નથી. આપણે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવો જોઈએ અને સાવચેત રહેવું જોઈએ.