અનેક નવા બિઝનેસમાં ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવી રહી છે બાન લેબ્સ: તમામ પ્રકારની સ્ટેશનરી પ્રોડક્ટસ, હોઝિયરી, પરફ્યુમ્સ જેવાં ક્ષેત્રોમાં બ્રાન્ડ લૉન્ચ કરશે
નવી પ્રોડકટ રેન્જ થકી દેશભરમાં છવાઈ જવા બાન લેબ્સની યોજના: મૌલેશ પટેલ તથા તેમનાં પુત્ર જય અને ભત્રીજા લવ પટેલનાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટસ
નવી પેઢી, નવું વિઝન : બાન લેબ્સ હવે અગાઉ કરતાં પણ વધુ ઝડપથી દોડશે
ઉલ્લેખનીય છે કે, થોડાં વર્ષો પહેલાં બાન લેબ્સએ ‘સેસા’ બ્રાન્ડ વેંચીને જબરી ચર્ચા જગાવી હતી. એ સોદો સૌરાષ્ટ્રનાં કોર્પોરેટ જગતની સૌથી મોટી ડીલ હતી. એ પછી પણ બાન લેબ્સએ અનેક પ્રોડકટ લૉન્ચ કરી છે. પરંતુ આ નવી રેન્જ એ બાનનાં અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રોજેકટ માનવામાં આવે છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, થોડાં વર્ષો પહેલાં બાન લેબ્સએ ‘સેસા’ બ્રાન્ડ વેંચીને જબરી ચર્ચા જગાવી હતી. એ સોદો સૌરાષ્ટ્રનાં કોર્પોરેટ જગતની સૌથી મોટી ડીલ હતી. એ પછી પણ બાન લેબ્સએ અનેક પ્રોડકટ લૉન્ચ કરી છે. પરંતુ આ નવી રેન્જ એ બાનનાં અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રોજેકટ માનવામાં આવે છે.
નવા ડિવિઝનમાં હોઝિયરી પ્રોડકટસ પણ છે. જેમાં લેડીઝ અને જેન્ટસનાં ઈનરવેર સામેલ હશે. તેમાં મીડિયમ રેન્જથી માંડીને અતિ પ્રીમિયમ રેન્જ પણ સામેલ હશે. સ્ટેશનરી પ્રોડક્ટસમાં પેન, પેન્સિલ, રબ્બર, કમ્પાસથી લઈ અનેક વેરાઈટી હશે. ઉપરાંત ‘સિગ્નેચર’ બ્રાન્ડથી ડિઓડરન્ટ, પરફ્યુમ્સ, એર ફ્રેશનર્સ તથા અન્ય અનેક પ્રોડક્ટસ હશે.
- Advertisement -
બાન લેબ્સમાં હવે નવી પેઢી પણ એક્ટિવ: પુત્ર જય અને ભત્રીજો લવ સક્રિય
આજ સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં લોકો બાન લેબ્સનું નામ આવે ત્યારે મૌલેશ પટેલને જ યાદ કરે છે. પરંતુ આજથી પાંચ-દસ વર્ષ પછી પુત્ર જય અને ભત્રીજા લવનાં નામથી પણ ઓળખશે. આ બેઉ યુવાનો હવે બાન લેબ્સમાં પૂર્ણત: સક્રિય છે અને તેઓ નવતર વિચારો કંપનીમાં અમલમાં મૂકી રહ્યાં છે.
ડીઝલ વાહનો વધુ એવરેજ આપે તેવી પ્રોડક્ટની પેટન્ટ મેળવી
‘ખાસ-ખબર’ સાથે વાતચીત દરમિયાન મૌલેશ પટેલે જણાવ્યું હતું કે, તેમણે એક અદ્ભુત પ્રોડકટની પેટન્ટ મેળવી છે. આ પ્રોડક્ટ ડીઝલ વાહનની એવરેજ વધારી આપે છે, પ્રદૂષણ ઘટાડે છે. આ પ્રોડક્ટનો ઉપયોગ કરવા ડીઝલમાં 25% પાણી ઉમેરવાનું રહે છે અને પછી બાનની પ્રોડક્ટસની બોટલ તેમાં ઉમેરવાની છે. જેનાંથી ડીઝલ વાહનોની એવરેજ જબરદસ્ત હદે વધી જાય છે. આ પ્રોડક્ટસ પર ટ્રાયલોનો ધમધમાટ ચાલું છે.