રાજ્યમાં ચાલતા ગેરકાયદે કતલખાના મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવી સરકારને કડક કાર્યવાહી કરવા આદેશ જારી કર્યા છે.
રાજ્યમાં ગેરકાયદે ચાલતા કતલખાના સામે હાઇકોર્ટે લાલઘૂમ થઇ છે. કોર્ટે ગેરકાયદે ચાલતા કતલખાના સામે કડક કાર્યવાહી કરવા સબંધિત વિભાગને આદેશ કર્યા છે અને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. ગેરકાયદે કતલખાના ફૂડ સેફ્ટી એક્ટનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા હોવાથી સરકારે તેને બંધ કરવા રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવા આદેશ જારી કર્યા છે. વધુમાં શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ રજૂ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે.
- Advertisement -
અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં કરાઇ હતી અરજી
ગેરકાયદે ચાલતા કતલખાના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ અરજી કરવામાં આવી હતી. રાજ્યમાં 354 જેટલા કતલખાના અને પોલ્ટ્રી હાઉસના ફૂડ સેફટી હાઉસના ફૂડ સેફટી એકટ અંતર્ગત લાઇસન્સ રજીસ્ટ્રેશન થયા હોવાની કોર્ટમાં મૂકવામાં આવી છે. સામે બાજીએ અત્યાર સુધીમાં માત્રને માત્ર 12 કતલખાનાને જ લાઇસન્સ અપાઈ હોવાનું સામે આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજય સરકાર ગેરકાયદેસર કતલખાના સામે કાર્યવાહી કરતી ન હોવાનો અરજીમાં અરજદારે દાવો કર્યો હતો. આ અરજીમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા સહીતના જિલ્લામાં ગેરકાયદેસ ચાલતા કતલખાનાની જાહેરાત કરાઇ હતી.
કતલખાના સમિતિ પણ માર્ગદર્શિકાનું પાલન ન કરતી હોવાની કરાઇ હતી રજૂઆત
ઉલ્લેખનીય છે કે વર્ષ-2012માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યમાં કતલખાના સમિતિ બનાવવા નિર્દેશો આપ્યાં હતાં. જે ગેરકાયદે કતલખાના પર નજર રાખી તેને બંધ કરાવવાની આ સમિતિનું મુખ્યકાર્ય હોવાનો નિર્દેશ કરાયો હતો. આ દરમિયાન અરજદારના આક્ષેપ મુજબ ગુજરાતની કતલખાના સમિતિ દ્વારા પણ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને માર્ગદર્શિકાનું પાલન કરવામાં ન આવતું હોવાનું જણાવાયું હતું.