ચૂંટણી સમયે વોંકળા દબાણનું ભૂત ધૂણતા દોડધામ
હાઇકોર્ટ ડિવિઝનલ બેંચનો હુકમ, દબાણો દૂર કરી રોપોર્ટ કરો
હિત રક્ષક સમિતિએ કરેલી પિટિશન બાદ હાઇકોર્ટનો હુકમ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ શહેરના કળવા નદી વોકળા કાંઠે થયેલ દબાણ મુદ્દે હિત રક્ષક સમિતિના એડવોકેટ કે.બી.સંઘવીએ હાઇકોર્ટમાં પી.આઈ.એલ.દાખલ કરવામાં આવી હતી.ત્યારે હાઇકોર્ટની ડિવિઝનલ બેંચે જૂનાગઢ મનપા કમિશનરને તમામ વોકળા કાંઠે આવેલ દબાણને દૂર કરીને હાઇકોર્ટે રિપોર્ટ કરવા આદેશ કરવામાં આવતા મનપા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.એક તરફ મહાનગર પાલિકા ચૂંટણી સમયે વોકળા કાંઠે થયેલ ગેરકાયદે દબાણનું ભૂત ધુણતા શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળે છે. જૂનાગઢના કાળવાના કાંઠે આવેલા 28 ગેરકાયદે બાંધકામોઅને તે સિવાયના કાળવાના કાંઠે અને તેના પેટા વહેણો પર આવેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા તેમજ આ થયેલી કાર્યવાહી અંગે હાઇકોર્ટના રજીસ્ટ્રારને રિપોર્ટ કરવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કરતા જૂનાગઢ મ્યુ.કોર્પોરેશન અને ગેરકાયદે બાંધકામ કર્તાઓમાં હલચલ મચી જવા પામી છે. શહેરના મઘ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં ઉપરવાસના ભારે વરસાદથી શહેરમાં આવેલા ભારે પુરને કારણે થયેલ પારાવાર ખાનાખરાબી પછી નદીના બંને કાંઠે થયેલા સંખ્યાબંધ ગેરકાયદેસર બાંધકામો અંગે જબ્બર ઉહાપોહ થતા જૂનાગઢ હિતક્ષક સમિતિનાબે પદાધિકારીઓ દ્વારા હાઇકોર્ટમાં આ પીટીશન દાખલ કરવામાં આવી હતી. જુલાઇ-2023માં જૂનાગઢ શહેરમાં ભારે પુરપ્રકોપ બાદ કાળવા નદી જેને વોંકળો બનાવી દેવાયો છે તેના પર થયેલા બેફામ બાંધકામો બાબતે જૂનાગઢ તિરક્ષક સમિતિના ક્ધવીનર એડવોકેટ કિરીટ સંઘવી અને અન્ય એક અરજદાર દ્વારા જનહિતમાં જૂનાગઢ મ્યુ.કોર્પોરેશન દ્વારા આવા ગેરકાયદેસર દબાણો દૂર કરવા નોટિસો આપવા છતા એ દબાણો દૂર કરાતા નથી તે બાબતની જાહેર હિતની યાચિકા એડવોકેટ હાર્દિક કોટડીયા મારફત ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ગેરકાયદેસર બાંધકામોને મ્યુ.કોર્પોરેશન દ્વારા 197 નોટિસો અપાઇ છે તે સિવાય પણ કાળવાના વોંકળામાંથી 3 પેટા વોંકળા નિકળે છે જેના કાંઠે પણ અનધિકૃત દબાણો અને બાંધકામો થયેલા છે જેને નોટિસ પણ આપવામાં આવેલ નથી.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટફસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ પ્રણવ ત્રિવેદીની ડિીવીઝન બેંચ સમક્ષ કરાયેલી આ પિટીશન અને વકિલ દ્વારા કરાયેલી દલીલો બાદ હાઇકોર્ટની ડિવીઝન બેંચે એવો હુકમ કર્યો છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાએ કાળવાના વોંકળા કાંઠેના બાંધકામોમાં જે નોટિસો આપી છે તે સિાવય કાળવામાંથી નિકળતા વોંકળા કાંઠે જે ગેરકાનૂની બાંધકામો હોય તે સબંધે ફરી જૂનાગઢ મ્યુ.કમિશનરને આ બંને અરજદારોએ રિપ્રેઝન્ટેશન કરવુ અને તેનાઆધારે મ્યુ.કમિશનરને નિર્ણય કરી જો નિયમ વિરૂઘ્ધનું બાંધકામ હોય તો કલમ 260(ર)ની કાર્યવાહી કરીને આ દબાણો દૂર કરવા. આ હુકમમાં એવો પણ આદેશ કર્યો છે કે જે 28 દબાણો ચોમાસાને કારણે દૂર કરવા અને આ તમામ કાર્યવાહીનો રિપોર્ટ હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનલરને કરવો. આ બાબતે પીટીશન અને વરિષ્ઠ એડવોકેટ કિરીટ સંઘવીએ જણાવ્યુ કે, કાળવાના અન્ય વહેણ પર થયેલા બાંધકામો અંગેનું રિપ્રેઝન્ટેશન મ્યુ.કમિશનર સમક્ષ કરવા ટુંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે. મતલબ કે સમિતિ આ બાબતે મ્યુ.કમિશનર સમક્ષ રજૂઆત કરશે.
એક તરફ અત્યારે જયારે જૂનાગઢ મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીના બ્યુગલ વાગી રહ્યા છે અને આજ સમયે હાઇકોર્ટનો આ ચુકાદો આવતા રાજકીય આગેવાનોમાં આ બાબતે ખુબ ઉત્કંઠા અને દોડધામ વધી ગઇ છે. આવી સ્થિતિ વચ્ચે મ્યુ.કોર્પોરેશનના સુત્રોના જણાવ્યા અનુસાર ડિવીઝન બેંચનાહુકમ બાદ આ ર8 દબાણો અંગેની ફાીલો લઇ અધિકારીઓની મ્યુ.કમિશનરની ચેમ્બર તરફની દોડાદોડી થતી દેખાઇ છે.