ફૂડ વિભાગ દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતાં ધંધાર્થીઓને ત્યાં દરોડા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નિલેશ ડેરી ફાર્મ નવા થોરાળા શે.નં. 4-5 કોર્નર, રામનગર સોસાયટીને ત્યાંથી લેવામાં આવેલા ખાદ્યચીજ ચોકલેટ મોદક (મીઠાઈ લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલર (ટાટ્રાઝીન)ની માત્રા ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઈલ) જાહેર થયેલો છે. જે અંગે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ખાદ્યચીજોનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના જલારામ ચોકથી ગાયત્રીનગર મેઈન રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ ખાદ્યચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં જલારામ ફરસાણ, આરાધના પ્રોવિઝન સ્ટોર, આસોપાલવ જનરલ સ્ટોર, ધરતી રેસ્ટોરન્ટ, સોમનાથ નમકીન, ચામુંડા ફરસાણ સહિતને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા બર્ગર ભાઉ, વિનાયક બેકરી એન્ડ પાર્લર, આશાપુરા પ્રોવિઝન સ્ટોર, ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર, ભૂમિ અમૂલ પાર્લર, ઈગલ પાર્લર, ચંદુભાઈ દાળ પકવાનવાળા, રાધેશ્યામ ડેરી ફાર્મ, ક્રિષ્ના ગાંઠીયા, જલારામ ખમણ, પાલજી સોડા શોપ, જલિયાણ ફરસાણ, ઉમિયા ફરસાણ, નીલકંઠ ડેરી ફાર્મ, ગુજરાત બેકરી, બાલાજી ફરસાણની ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 4 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન જલારામ સોસાયટી મોરબી રોડ ખાતેથી શુદ્ધ ઘી લુઝ, હરેરામ હરેકૃષ્ણ ડેરી ફાર્મ મનહર સોસાયટી-1 કોર્નર પેડક રોડ ખાતેથી શુદ્ધ ઘી લુઝ, માધવ ડેરી ફાર્મ જય ખોડીયાર પાર્ક સ્વાતી પાર્ક મેઈન રોડ કોઠારીયા મેઈન રોડ ખાતેથી શુદ્ધ ઘી અને બાલાજી સેલ્સ એજન્સી માધાપર સર્વે નં. 25 એરટેલ ઓફીસ પાસેથી બાલાજી ક્રંચી સિમ્પલી સેલ્ટેડ પોટેટો વેફર્સ પાસેથી નમૂના લેવામાં આવ્યા હતા.
- Advertisement -