ગામડાંમાં લોકોને નથી કોઈ ડર, આજે પણ સેના સાથે લડવા તૈયાર
ઓપરેશન ’સિંદૂર’થી ફફડી ઊઠેલું પાકિસ્તાન ભારત પર હુમલાના અનેક પ્રયાસ કરી રહ્યું છે, જોકે ભારતીય સેના એનો મુતોડ જવાબ આપી રહી છે અને તેનો એકપણ ઈરાદો કામિયાબ નથી થઈ રહ્યો છે. યુદ્ધના ભણકારા વચ્ચે ભારતના સરહદીય વિસ્તારો હાઈ એલર્ટ પર છે, જેના કારણે એક સમયે શોળે શણગાર ઓઢતા ભુજ અને દ્વારકાએ અંધારાની ચાદર ઓઢી હતી. આ સિવાય નલિયા, નખત્રાણા, ખાવડા અને નડાબેટના વિસ્તારમાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ જોવા મળ્યું. લોકો આજે પણ અહી દેશ માટે સેના સાથે લડવા તૈયાર છે.
- Advertisement -
જામનગર શહેર-જિલ્લામાં આજે પરોઢીયે પણ બ્લેકઆઉટ : સાયરન ગુંજયા
રાત્રી બાદ આજે સવારે રસ્તા પરની લાઇટો તકેદારી માટે બંધ કરાઇ
- Advertisement -
સોશિયલ મીડિયામાં મેસેજનો મારો : કંટ્રોલ રૂમમાં રાતભર અધિકારીઓનો જમાવડો ઈં ડ્રોન હુમલાનો પ્રયાસ થયાની ઘટનાને સત્તાવર સમર્થન નહીં
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
સરહદી જિલ્લા જામનગરમાં વહેલી સવારે પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાનો થયેલ પ્રયાસ નિષ્ફળ બનાવાયો હોવાના બિનસત્તાવાર અહેવાલો વચ્ચે આ જ અરસામાં જામનગર શહેર અને જિલ્લાના ચોક્કસ વિસ્તારોમાં આશરે દોઢેક કલાક જેટલો બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો. આ કથિત ઘટના પહેલાં જિલ્લાના તમામ મુખ્ય ઉચ્ચ અધિકારીઓએ રાતભર જિલ્લા કલેકટર કચેરી ખાતે હાજર રહી પરિસ્થતિની સમિક્ષા કરી હતી.
પાકિસ્તાન સાથે દરિયાઇ સરહદે જોડાયેલા હાલારના દેવભૂમિ દ્વારકા અને જામનગર ઉપરાંત પોરબંદર, કચ્છના તંત્રને રાજ્ય સરકારે એલર્ટ મોડમાં મુક્યું છે. ગાંધીનગરના નિર્દેશ મુજબ જામનગર જિલ્લા કલેકટર હસ્તક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ રાત આખી અધિકારીઓની અવરજવરથી ધમધમતો જોવા મળ્યો હતો.
રાત્રે એક વાગ્યે જિલ્લા કલેકટર કેતન ઠક્કર, અધિક્ષ કલેકટર બી.એન.ખેર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીએમસી ઝાલા સહિતના અધિકારીઓએ જામનગર જિલ્લાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક આશરે એકાદ કલાક ચાલી હતી. બેઠક બાદ પણ અધિકારીઓનો કાફલો રાત આખી કંટ્રોલ રૂમ ખાતે હાજર રહ્યો હતો.
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસિર્થતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.તેમજ તેઓ દ્વારા પળેપળની માહિતી મેળવીને પરિસ્થિતિનું આકલન કરવામાં આવી રહ્યું છે. આ અંગે માહિતી આપતા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે.સાથે જ તેમણે લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કર્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર લોકોને શાંતિ અને સલામતી જાળવવા માટે સહકાર આપવા વિનંતી કરે છે. કોઈપણ તાત્કાલિક માહિતી અથવા સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 0288-2553404 પર સંપર્ક કરી શકાશે. જામનગર જિલ્લાના વિસ્તારમાં એક પાકિસ્તાની ડ્રોને હુમલાના ઇરાદે પ્રવેશ કર્યો હોવાથી સૈન્ય દ્વારા તેને તોડી પાડયું હોવાના બિનસત્તાવાર અહેવાલો અને વાયકાને જિલ્લા તંત્ર દ્વારા કોઇ સમર્થન આપવામાં આવ્યું નથી.
પરંતુ અગત્યની બાબત જોઇએ તો આજે સવારે સાડા ચાર વાગ્યાના સુમારે જામનગર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં અચાનક વીજપુરવઠો ઠપ્પ થઇ ગયો હતો.
જેને બ્લેક આઉટ માનવામાં આવે છે. આ સમયે શહેરના અમુક વિસ્તારોમાં લોકોએ સાયરન પણ સાંભળી હતી જો કે, તંત્રએ બ્લેકઆઉટ અંગે પણ કોઇ સત્તાવાર જાહેરાત કરી ન હતી.