મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય અસ્થિતરનાને ધ્યાને લઈને મહારાષ્ટ્ર પોલીસે થાણે અને મુંબઈમાં 30 જૂન સુધી ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે.
- Advertisement -
મુંબઈમાં ધારા 144 લાગુ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય અસ્થિતરનાને ધ્યાને લઈને મહારાષ્ટ્ર પોલીસે થાણે અને મુંબઈમાં આગામી30 જૂન સુધી જિલ્લામાં કોઈપણ પ્રકારની રાજકીય સરઘસ, એકત્રીકરણ અથવા સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે.
#MaharashtraPolitcalCrisis | Mumbai Police imposes Section 144 CrPC in Mumbai city.
- Advertisement -
— ANI (@ANI) June 25, 2022
થાણેમાં એકનાથ શિંદેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઈ
મહારાષ્ટ્રના થાણેમાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેઓ હાલમાં રાજ્યના અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટેલમાં રોકાયા છે.
Maharashtra | Security heightened outside the residence of rebel Shiv Sena leader Eknath Shinde, in Thane. He is currently staying at Radisson Blu Hotel in Guwahati, Assam, along with other rebel MLAs of the state. pic.twitter.com/hvY2pw213a
— ANI (@ANI) June 25, 2022
મહારાષ્ટ્રના તમામ પોલીસ સ્ટેશનો હાઈ એલર્ટ પર
મહારાષ્ટ્રના તમામ પોલીસ સ્ટેશનો, ખાસ કરીને મુંબઈના પોલીસ સ્ટેશનોને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસને માહિતી મળી હતી કે શિવસૈનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી શકે છે. શાંતિ પ્રવર્તે તે સુનિશ્ચિત કરવા માટે, પોલીસને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે .
All Police stations in Maharashtra, especially those in Mumbai, have been ordered to remain on high alert. Police received info that Shiv Sainiks can take to the streets in large numbers. To ensure that peace prevails, Police have been asked to remain alert: Maharashtra Police pic.twitter.com/V8QGL0NRYR
— ANI (@ANI) June 24, 2022
થાણેમાં 30 જૂન સુધી રાજકીય સરઘસ પર પ્રતિબંધ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય અસ્થિતરનાને ધ્યાને લઈને મહારાષ્ટ્ર પોલીસે થાણે આગામી 30 જૂન સુધી જિલ્લામાં કોઈપણ પ્રકારની રાજકીય સરઘસ, એકત્રીકરણ અથવા સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે.
Maharashtra | In view of the ongoing political instability in the state, Thane District Administration has issued an order banning any kind of political procession, gathering or sloganeering in the dist till June 30
Thane Police has currently imposed Sec 144 CrPC in Thane city.
— ANI (@ANI) June 25, 2022
પૂણેમાં એક ધારાસભ્યની ઓફિસમાં શિવસેનાના કાર્યકરોએ ભયંકર તોડફોડ
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મહા વિકાસ આઘાડી સરકાર સહિત પક્ષને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.તે સાથે જ બળવાખોર ધારાસભ્યો સામે શિવસેનાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે પુણેમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં એ શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી. આ દરમિયાન કાર્યકરોએ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી બાજુ અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા વીડિયો શેર કર્યો અને કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ’.
સંજય રાઉતે કહ્યું, રસ્તા પર આગ લાગી જશે
આ અગાઉ આજે જ સંજય રાઉતે ફરી એક વાર બળવાખોર ધારાસભ્યોને ઈશારામાં ધમકી આપી દીધી છે. તેમણે કહ્યુ કે, શિવસૈનિકોએ ધૈર્ય રાખ્યું છે, નહીંતર શહેરોમાં આગ લાગી જાય. એટલા માટે આપને કહી રહ્યા છીએ કે, પાછા આવી જાવ. સંજય રાઉતે એકનાથ શિંદે જૂથના સંદર્ભમાં કહ્યું છે કે, તેઓ જે દાવા કરી રહ્યા છે, તેમને કરવા દો. નંબર્સમાં કોની પાસે કેટલી તાકાત છે, તે ફ્લોર પર દેખાશે. હું સીએમ ઉદ્ધવ ઠાકરે તરફથી બોલી રહ્યો છું, તે યાદ રાખજો.