સાબુ, શેમ્પુ, ખાદ્યતેલ, બીસ્કીટ, ટુથપેસ્ટ, હેરઓઈલનું વેચાણ ઘટયું
દેશમાં પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવ તથા આવશ્યક કોમોડીટીમાં પણ ભાવવધારો શાળા-કોલેજોની મોંઘી ફી અને વધતા જતા વિજ વિ. બીલની સીધી અસર લોકોની ભોજન થાળી પર પડવાનું શરુ થયુ છે અને એફએમજીપીના સીઈઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ફુગાવો એ બજારમાં લોકોની ખરીદ શક્તિને ‘ખાઈ’ રહ્યો છે.લોકોની ખરીદી ઘટી છે અથવા સસ્તા ઉત્પાદનો કે પછી નાના પેક ખરીદે છે અથવા તો પોતાની ખરીદી મોડી કરે છે. એક તરફ ખાદ્ય સહિતની ઉત્પાદન કંપનીઓ ભાવ વધારાની અસર લોકોને ઓછામાં ઓછી પડે તે માટે પેકીંગ નાના કર્યા છે તો લોકો તેની ખરીદી પણ ટાળે છે. જાણીતી ઉત્પાદક કંપની મેરીકોના સીઈઓ એસ. ગુપ્તાના જણાવ્યા મુજબ જેઓના સફોલા ખાદ્ય તેલની બ્રાન્ડ સૌથી લોકપ્રિય છે.
તેઓના જણાવ્યા મુજબ એપ્રિલ-જૂન 2022નું કવાર્ટર ખૂબ જ મુશ્કેલ રહેશે અને દરેક માટે પિડાદાયક હશે. વેચાણના આંકડા અને નફા પર સીધી અસર થશે અને કંપનીઓ નવા ઉત્પાદન લોન્ચીંગમાં વિલંબ પણ કરી શકે છે. લોકો સસ્તા ઉત્પાદનો નાના પેકેટ પર વળ્યા છે. આવા ખરીદી ટાળી રહ્યા છે. ટાટા ક્ધઝયુમર્સના એમડી સુનિલ ડી. ડીસોવા પણ આ મત ધરાવે છે. ખાસ કરીને ક્રુડતેલ અને તેના અનુસાંગીક ઉત્પાદનો, પેકીંગ મટીરીયલ, મસાલા, પામ ઓઈલ, સ્ક્રીમ મિલ્કમાં 23 થી 42%નો ભાવવધારો થયો છે. જે ઉપરાંત ટ્રાન્સપોર્ટ ખર્ચ 4 ગણો વધી ગયો છે. લોકો હવે ટુથપેસ્ટ, હેરઓઈલ જ નહી. રોજીંદી વપરાશની ચીજોએ ખરીદી ઘટાડી રહ્યા છે અને શેમ્પુનું વેચાણ ભાવ ઘટી ગયુ છે.