તાજેતરના મતદાન સૂચવે છે કે કાનૂની ઇમિગ્રેશન પર અમેરિકન ધારણાઓ બદલાઈ રહી છે. વધુ યુએસ પુખ્તો હવે માને છે કે કાનૂની ઇમિગ્રન્ટ્સ આર્થિક વૃદ્ધિમાં સકારાત્મક યોગદાન આપે છે. તેઓ એ પણ સ્વીકારે છે કે જે કુશળતા કુશળ કામદારો અમેરિકન કંપનીઓને લાવે છે. ઓછા અમેરિકનો હવે કાનૂની ઇમિગ્રેશન નંબર ઘટાડવાનું સમર્થન કરે છે. જો કે, ગેરકાયદેસર સ્થળાંતર અંગેના મંતવ્યો મોટાભાગે યથાવત છે. લોકો હજુ પણ તેની સાથે સંકળાયેલા જોખમો જુએ છે.
પ્રમુખ ટ્રમ્પે ગયા શુક્રવારે આ જાહેરાત કરી ત્યારે ટેક્નોલોજી કંપનીઓમાં ભારે અરાજક્તા ફેલાઈ હતી અને તેમણે તેમના એચ-1બી વિઝાધારક કર્મચારીઓને 24 કલાકમાં અમેરિકા પરત ફરવા નિર્દેશો આપવા પડયા હતા. આ અરાજક્તાને દૂર કરવા બીજા દિવસે ટ્રમ્પ સરકારે ખુલાસો કરવો પડયો કે, નવી ફી માત્ર નવી અરજીઓ પર લાગુ પડશે અને વાર્ષિક નહીં પરંતુ એક જ વખત આપવાની રહેશે. આ જાહેરાતે અમેરિકન કંપનીઓને આંશિક રાહત આપી છે. જોકે, મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પના આ પગલાંથી નોન ઈમિગ્રન્ટ પ્રોફેશનલ્સ કરતાં અમેરિકન અર્થતંત્ર પર વધુ વિપરિત અસર થશે. અમેરિકાના આર્થિક વિકાસને નુકસાન થશે. આ પગલું ટ્રમ્પ પર બેકફાયર થઈ શકે છે.
- Advertisement -
ઈન્વેસ્ટમેન્ટ બેન્ક બેરેનબર્ગના અર્થશાસ્ત્રી અતાકન બાકિસ્કનને કહ્યું કે, વિઝા મોંઘા કરીને ટ્રમ્પ સરકારે પોતાની જ કંપનીઓ માટે વિદેશી પ્રતિભાઓને આકર્ષવાનું મુશ્કેલ બનાવી દીધું છે. ટ્રમ્પની આ નીતિ વિકાસ વિરોધી નીતિ નિર્ધારણનું ઉદાહરણ છે. તેનાથી પ્રતિભાઓનું પલાયન થશે અને અમેરિકન કંપનીઓની ઉત્પાદક્તા પર વિપરિત અસર પડશે. દરમિયાન અમેરિકાની અગ્રણી સંસ્થા ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટે મંગળવારે જણાવ્યું કે, એચ-1બી વિઝા ફી વધારવાના ટ્રમ્પનો અવિચારી નિર્ણય સ્થાનિક રોજગારી વધારવા માટે નહીં, પરંતુ ઝેનોફોબિક એજન્ડા આગળ વધારવા ઈમિગ્રેશન નીતિને હથિયાર બનાવવા સમાન છે. તેમણે દાવો કર્યો કે, ટ્રમ્પના અચાનક જાહેર કરાયેલા આ નિર્ણયથી આઈટી સેક્ટરમાં ભારે અરાજક્તા સર્જાઈ હતી. આઈટી કંપનીઓએ મેડિકલ ઈમર્જન્સી સાથે પરિવારની મુલાકાત લેવા અથવા કંપનીના કામથી વિદેશ ગયેલા કર્મચારીઓમાં ગભરાટનું વાતાવરણ સર્જ્યું હતું.
ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચિંતન પટેલે ઉમેર્યું કે, એચ-1બી ધારકોને નિશાન બનાવીને ટ્રમ્પ અમેરિકાના આર્થિક ભવિષ્ય પર કુઠારાઘાત કરી રહ્યા છે અને અમેરિકામાં જ ભારતીય અમેરિકનો તથા બધા જ વસાહતી સમાજોમાં ભેદભાવ વધારી રહ્યા છે. ટ્રમ્પની આ નીતિ વૈશ્વિક નેતા તરીકે અમેરિકાની છબીને નુકસાન પહોંચાડશે. ટ્રમ્પની ૧ લાખ ડોલરની એચ-1બી વિઝા ફી અમેરિકન અર્થતંત્ર અને નવીનતાને ઈંધણ પૂરું પાડતા પ્રત્યેક પ્રોફેશનલ્સ અને કોમ્યુનિટીઝ પર ‘સીધો હુમલો’ છે.