દિલ્હી અને પંજાબની ઇલેક્ટ્રિક ચાર્જિંગ પિચકારી બાળકોની પસંદગી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
- Advertisement -
જૂનાગઢ હોળી ધુળેટી પર્વ એટલે રંગોથી રંગાઈને એક બીજા પ્રત્યેના લાગણીના સબંધો બંધાઈ છે.અને ખુશીનો માહોલ જોવા મળે છે.ત્યારે આવતીકાલથી શરુ થતા હોળી-ધુળેટી પર્વ નિમિતે શહેરમાં રંગો સાથે બાળકોની પિચકારીની અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે ત્યારે ચાઈનીઝ ચીજ વસ્તુનું વેચાણ બંધ હોવાથી ભારતીય બનાવટની ચીજ વસ્તુ થોડી મોંઘી છે પણ ગ્રાહકો પસંદ કરે છે.
શહેરની મૂખ્ય બજાર આઝાદચોક અને પંચહાટડી ચોક સહીત શહેરમાં અવનવા રંગો સાથે ગેરુ અને હર્બલ કલર સાથે ઓર્ગેનિક કલરની માંગ વધી છે જયારે ધુળેટી પર્વમાં સીઝની વેપાર કરતા અને આઝાદ ચોક ખાતે સ્ટોલ ઉભો કરીને રંગો અને પિચકારીનો વ્યવસાય કરતા સાગર કટારીયાએ જણાવ્યું હતું કે, સાઇનીઝ રંગો અને પિચકારીનું વેંચાણ સદંતર બંધ થતા ભારતીય બનાવટ ચીજ વસ્તુનું વેચાણ થઇ રહ્યું છે ત્યારે ચાઈનીઝ કલરથી થતું નુકશાનના લીધે આ વર્ષે પંજાબના હરિયાણામાં બનતો ઓર્ગેનિક કલર સાથે રાજસ્થાનના જોધપુરમાં બનતો હર્બલ કલરની માંગ વધી છે જેમાં ખાસ કરીને મહિલાઓ હોળી રમવા માટે ઓર્ગેનિક અને હર્બલ કલરની વધુ પસંદગી કરે છે.બીજી તરફ દિલ્હી અને પંજાબમાં બનતી બાળકો માટે રમકડાની પિચકારીમાં આવર્ષે ઇલોક્ટ્રોનિક સેલ આધારિત પિચકારી પ્રચલિત બની છે તે પણ લોકોને પસંદ આવે છે.તેની સાથે બંધુક જેવી અનેક રમકડાં પિચકારીની વેરાયટીઓ જોવા મળે છે.આમ જૂનાગઢ શહેરીજનો હોળી પર્વને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા બાળકો, મહિલાઓ સાથે યુવા યુવતીઓ અને પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.