એક ફિલ્મી સ્ટોરી જેવું હેમંત જોશીનું ખૂબ જ સ્ટ્રગલ ભર્યું જીવન
હેમંત જોશીને રાજકોટના ખેલૈયાઓએ દાંડિયા કિંગનું બિરુદ આપ્યું છે: એક જ શ્ર્વાસે હનુમાન ચાલીસા ગાવાનો રેકોર્ડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સ્ટેજ પ્રોગ્રામ કરી જે પૈસા આવે તેની ફી ભરીને ભણ્યા. આજે કહેવાય છે દાંડિયા કિંગ. વાત થઈ રહી છે હેમંત જોશીની. જેમણે જીવનમાં ખૂબ જ સ્ટ્રગલ કરીને સંગીત ક્ષેત્રે એક અલગ જ મુકામ હાંસલ કર્યો છે. ખાસ-ખબરની મુલાકાતે પધારેલા હેમંત જોશીએ તેમના અંગત તથા પ્રોફેશનલ જીવનની અનેક વાતો શેર કરી હતી. હેમંત જોશીના અંગત જીવનની વાત કરીએ તો તેઓ ભાવનગર જિલ્લાના મહુવા ગામના છે. તેમના પપ્પા રાજેશભાઈ જોશી એક તબલા કલાકાર હતા. તેમના માતા અને દાદીએ સંગીત ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરીત કર્યા હતા. મહુવામાં પ્રથમ વખત ગણેશ મહોત્સવમાં માત્ર 6 વર્ષની ઉંમરે ગણપતિના સ્તોત્રના પાઠ ગાયા ત્યારપછી દર વર્ષે ત્યાં ગાવાનું શરૂ કર્યું. હેમંત જોશીએ એક યાદગાર કિસ્સો કહ્યો હતો કે, એક વખત પડી જવાથી માથામાં ટાંકા આવ્યા છતા પણ સ્તોત્રમના પાઠ ગાઈ સૌને આશ્ર્ચર્યમાં મુકી દીધા હતા. જ્યારે તેમની સંગીત લાઈફની યાત્રા 8 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. સંગીત ગુરૂ પ્રકાશ સિદ્ધપુરા પાસેથી 2 વર્ષ સુધી બેઝિક સંગીત શીખ્યા. અનુસંધાન પાના નં. 14
17 દિવસ ઓસ્ટ્રેલિયામાં સ્ટેજ પ્રોગ્રામ કર્યા
હેમંત જોશીએ જણાવ્યું કે, હમણા થોડા દિવસ અગાઉ જ 17 દિવસ સુધી ઓસ્ટ્રેલિયામાં પ્રોગ્રામ કર્યા. જેમાં 4 શો સીડની, 3 શો ગ્રીફીચ, 1 મેલબોર્નમાં કર્યું. જેમાં 4 વેલકમ નવરાત્રીના શો હતા. જ્યારે આવતા વર્ષના પણ શો અત્યારથી બુક થયા છે.
6 વર્ષની ઉંમરે ગણેશ મહોત્સવમાં ગણપતિ સ્તોત્રના પાઠ ગાઈ સૌને આશ્ર્ચર્યમાં મુકી દીધા: આજે ખાસ-ખબર વેલકમ નવરાત્રીમાં રાસ- ગરબાની ધૂમ મચાવશે
- Advertisement -
એમ.એસ.યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટસ (વોકલ)ની ડિગ્રી હાંસલ કરી: ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી સંગીત અલંકાર સુધી અભ્યાસ કર્યો
ત્યારબાદ મહુવામાં આવેલી ગાંધર્વ વિદ્યાલયમાં એડમિશન લઈ મહુવાના તાનસેન કહેવાતા કે.કે.દોશી પાસેથી શિક્ષા વિશારદ બન્યા. કે.કે.દોશી બાદ તેમના ધર્મપત્ની સંગીતાબેન પાસેથી સંગીત શીખવાની તાલીમ લીધી. આમ તેમણે 18 વર્ષની ઉંમરમાં સંગીત અલંકારની એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. આ દરમિયાન તેઓ મહુવાની જે.પી.પારેખ હાઈસ્કૂલમાંથી ધો.12 સુધી અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. ત્યારપછી તેઓએ વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં પરફોર્મિંગ આર્ટસમાં એડમિશન લીધું. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ નાના-મોટા સ્ટેજ પ્રોગ્રામમાં કરવા માંડ્યા. તેમના જે પૈસા મળતા તેનાથી પોતાનો ખર્ચ ઉપાડતા. હેમંત જોશી જેનો ખાસ આભાર માને છે તેવા મહુવાના વિનુભાઈ પાટવાળા જેઓએ એમ.એસ. યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટસ (વોકલ) સુધીની તમામ ફી ભરી આર્થિક મદદ કરી. હાલ તેઓ પીએચ.ડી. પણ કરી રહ્યા છે.
પરાગ ચારીયાનો સંપર્કએ મારા માટે ટર્નીંગ પોઈન્ટ
હેમંત જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021નું વર્ષ મારા માટે ટર્નીંગ પોઈન્ટ સાબિત થયું. પરાગભાઈ ચારીયા મારા સંપર્કમાં આવ્યા ત્યારથી લાઈફ બદલાઈ ગઈ. તેઓએ મારૂં સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું.
વર્ષ 2017થી રાજકોટમાં શરૂઆત
હેમંત જોશી જણાવે છે કે, વર્ષ 2017માં હું રાજકોટ આવ્યો. ત્યારે પ્રથમ વખત નવરાત્રીમાં ગાવાનું શરૂ કર્યું. જેમાં તેજસ શીશાંગીયાનો ખૂબ જ સપોર્ટ કર્યો. વર્ષ 2018માં 25 અને 2019માં 25 વેલકમ અને બાય બાય નવરાત્રીમાં સ્ટેજ પરફોર્મ કર્યું.
હનુમાન ચાલીસા એક શ્ર્વાસે ગાઈ
તેઓએ હનુમાન ચાલીસાનું એક અનોખું વર્ઝન રજૂ કર્યું છે જે વિશ્ર્વનું સૌથી ઝડપી છે. તેઓએ એક શ્ર્વાસે હનુમાન ચાલીસા ગાઈને એક રેકોર્ડ કાયમ કર્યો છે. તેઓ મહાકાલના પરમ ઉપાસક છે એટલે રાવણ રચિત શિવતાંડવને એક અલગ સ્ટાઈલમાં ગાઈ ’નાદ તાંડવ’ રિલીઝ કર્યું. પ્રથમ જ્યોતિર્લિંગ “સોમનાથ” મંદિરમાં ગૃહ અમિત શાહના હાથે હેમંત જોશીના આવાજ માં ગવાયેલી “શુક્લયજૂર્વેદિય રુદ્રાષ્ટાધ્યાયી” નું લોન્ચિંગ થયું હતું. જે અવિરત સોમનાથ મંદિરમાં વાગે છે.