શ્રીલંકામાં તબાહી મચાવ્યાં બાદ હવે દિતવાહ વાવાઝોડું તેજીથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું 30મી નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઇ શકે છે. નોંધનીય છે કે આ વાવાઝોડાના કારણે શ્રીલંકામાં ભારે તારાજી સર્જાઈ છે. મૃત્યુઆંક વધીને 123 પહોંચ્યો છે જ્યારે હજારો લોકો બેઘર થયા છે.
શક્તિશાળી વાવાઝોડાની શક્યતાને જોતાં તમિલનાડુમાં હાઈઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જઉછઋની ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં ખડેપગે છે. લોકોને સુરક્ષિત રાખવા માટે શેલ્ટર્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આજે બપોરની સ્થિતિ અનુસાર દિતવાહ વાવાઝોડું ભારતના કરાઈકલથી 170 કિમી, પોંડિચેરીથી 280 કિમી જ્યારે ચેન્નઈથી 380 કિમી દૂર હતું. આજે મોડી રાતથી આવતીકાલે વહેલી સવાર સુધીમાં વાવાઝોડું તમિલનાડુ અને આંધ્ર પ્રદેશથી પસાર થવાની શક્યતા છે. વાવાઝોડાના કારણે આજે અને આવતીકાલે તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ, વાવાઝોડું, ભૂસ્ખલન જેવી કુદરતી આફતમાં શ્રીલંકામાં 123 લોકોના મોત થયા છે. શ્રીલંકાની મદદ કરવા માટે ભારતે સૌથી પહેલા આગળ આવી નૌસેના અને વાયુસેનાની મદદથી શ્રીલંકામાં રાહત સામગ્રી પહોંચાડાઈ રહી છે. ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતના 80 ગઉછઋ જવાન, 21 ટન રાહત સામગ્રી અને 8 ટન રેસ્ક્યૂ સામાન શ્રીલંકાને અપાયા છે. શ્રીલંકામાં ફસાયેલા ભારતીયો માટે કોલંબો એરપોર્ટ પર હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. તથા હેલ્પલાઈન નંબર +94 773727832 જાહેર કરાયો છે.



