માર્ગ અને મકાન વિભાગની ટીમે પુલની ચકાસણી કરતા પુલ જર્જરિત હાલતમાં હોય કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા-ગલીયાવડ રોડ ઉપરથી ખીરધાર ગામે જતા રસ્તામાં હિરણ નદી ઉપર આવેલ પુલ જર્જરીત હોય ભારે વાહનોની અવરજવર માટે ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય એ પ્રતિબંધ મૂક્યો છે. જીલ્લા કલેકટરે જાહેરનામાં માં કરેલ ઉલ્લેખ પ્રમાણે તાલાલા-ગલીયાવડ રોડ થઇને ખીરધાર ગામે જતાં હિરણ નદી ઉપર આવેલ પુલની માર્ગ અને મકાન વિભાગની ટેકનીકલ ટીમે ચકાસણી કરતાં આ પુલ જર્જરીત હાલતમાં હોય ભારે વાહનોની અવરજવર થી કોઈ મોટી દુર્ધટના સર્જાય નહીં માટે ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવા જણાવેલ જેનાં અંતર્ગત ખીરધાર ગામને જોડતાં હિરણ નદીના પુલ ઉપરથી બાર પેસેન્જર ની ક્ષમતા ઉપરના મેક્સી કેબ,સ્કુલ વાહનો તથા 7500 કિ.ગ્રા.થી વધુ વજન ધરાવતા તમાંમ વાહનોનાં પરિવહન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.ભારે વાહનો ની અવરજવર માટે હિરણ નદીના પુલના વૈકલ્પિક રૂટ તરીકે તાલાલા તરફથી આવતા વાહનો માટે તાલાલા-રમળેચી ગીર-જેપુર થઈને ખીરધાર જવું તેમજ વેરાવળ તરફથી આવતા વાહનો માટે ઉમરેઠી-બાકુલા ધણેજ થઈને ખીરધાર જવા જાહેરનામાં માં જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.