ઓચિંતી બરફવર્ષાથી તંત્ર ઉંધામાથે: 52 પ્રવાસી ફસાતા ઉગારાયા
કાશ્મીરમાં નવેમ્બરથી હિમવર્ષા થવાને પગલે બાવન પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. તેઓને ઉગારવા માટે તંત્ર ઉંધા માથે થયુ હતું અને તમામને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
- Advertisement -
કાશ્મીરના બડગામમાં પ્રવાસન સ્થળ દૂધપથરીમાં એકાએક જોરદાર હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી અને પ્રવાસની મજા માણી રહેલા બાવન જેટલા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. આ બનાવની જાણ થતા તાત્કાલીક બચાવ ટીમોને મોકલવામાં આવી હતી અને તમામને સુરક્ષિત બહાર કાઢીને નીચે લાવવામાં આવ્યા હતા.
હિમવર્ષાને પગલે તંત્ર દ્વારા ખાસ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો હતો અને કોઈપણ વ્યક્તિ તકલીફમાં મુકાય તો જાણ કરવા કહેવાયુ હતું. માર્ગો પર વાહનો લપસતા હોવાથી કાળજી રાખવા પણ કહેવામાં આવ્યું હતું. ઉપરાંત હિમવર્ષા ચાલુ હોવાથી ગુલમર્ગ ન જવાની સલાહ આપવામાં આવી હતી.
આ ઉપરાંત હિમવર્ષાને પગલે કાંગડામાં 3000 મીટરથી અધિક ઉંચાઈએ પર્વતારોહણ પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગે ખરાબ હવામાનની ચેતવણી ઉચ્ચારતા પર્વતરોહણ પુર્ણ મંજુરી ફરજીયાત બનાવવામાં આવી છે.
- Advertisement -