જમ્મુ-કાશ્મીરમાં હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે અને તેથી પર્યટકો- સહેલાણીઓ પણ ઉમટયા છે. હવે શ્રીનગરનું તુલીય ગાર્ડન પણ રંગબેરંગી ફુલો સાથે ખુલશે તેથી કાશ્મીરનો નજારો કંઈક ઔર જ બની રહેશે પણ સાથોસાથ અહી કાતિલ ઠંડી અને હવામાન સતત માઈનસ ડિગ્રીમાં રહે છે
અને તે સમયે સોમવારે રાત્રીના થલ-મુનસ્વારી સડક પર હિમવર્ષાથી માર્ગ વ્યવહાર બંધ થઈ ગયો હતો અને તાપમાન પણ માઈનસ પાંચ ડિગ્રી સુધી નીચે ગયું જેના કારણે સાંજે 6 વાગ્યાથી માર્ગ બંધ કરવા પડ્યા અને ધીમે ધીમે ટ્રાફિક વધવા લાગતા માર્ગ પર કતાર લાગી ગઈ જેમાં ફસાયેલા પર્યટકો તેમના વાહનમાં જ બેઠા રહ્યા હતા. રાત્રીના બે જેસીબી લગાવીને સડક ખોલવાની કામગીરી કરવી પડી હતી અને બાદમાં ટ્રાફિક ધીમે ધીમે આગળ વધ્યો જેમાં 39 પર્યટકો તો મધરાતે માઈનસ પાંચ ડિગ્રીમાં તેમના વાહનના હીટરના સહારે જ રહ્યા હતા.
- Advertisement -
જમ્મુ-શ્રીનગર હાઈવે પર પણ આવી જ સ્થિતિ વારંવાર બને છે જે માર્ગ હજુ બંધ છે. ભારે હિમવર્ષાથી સોમવારે વિમાની સેવા પણ બંધ હતી તે હવે શરૂ થઈ છે. હિમાચલ પ્રદેશમાં પણ ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ અને 450 થી વધુ નાના માર્ગો ભારે હિમવર્ષાના કારણે બંધ રહ્યા હતા અને હવે ગઈકાલે હવામાન સુધરતા ધીમે ધીમે વ્યવહાર શરૂ થયો છે.