કેટલાક દિવસોથી કાતિલ ઠંડીઅને હિમવર્ષામાં સપડાયેલા ઉતર ભારતના રાજયો તથા પર્વતીય ભાગોમાં નવેસરથી બરફવર્ષા થઈ છે. કાશ્મીરથી માંડીને હિમાચલપ્રદેશ સુધી ભારે હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર છવાઈ હતી. અનેક ભાગોમાં તાપમાન શૂન્યથી નીચે માઈનસમાં સરકી ગયુ હતું. કાશ્મીરના પ્રવેશદ્વાર એવા કાજીકુંડમાં તાપમાન માઈનસ 0.6 ડીગ્રી હતું.
- Advertisement -
કાજીકુંડનું રેલવેસ્ટેશન પણ બરફથી ઢંકાયુ હતું. ટ્રેન પસાર થાય ત્યારે ચારેકોર બરફથી સ્વર્ગના અહેસાસનું દ્રશ્ય ખડુ થાય છે. કાશ્મીરની જેમ હિમાચલપ્રદેશમાં પણ ભારે બરફવર્ષા છે. કુલુ-મનાલી સહિત તમામ પ્રવાસનસ્થળોએ બરફ જામેલો છે. સહેલાણીઓને મોજ પડી ગઈ છે અને સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. મનાલીમાં સહેલાણીઓનો સાગર ઉમટતા માર્ગ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. હિમવર્ષાને કારણે ઠંડી પણ હાડ થિજાવતી બની છે.