ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
- Advertisement -
જૂનાગઢમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ બાદ શહેરમાં દેધાનધન વરસાદ વરસ્યો હતો અને માત્ર એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા અને અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
જૂનાગઢ જિલ્લામાં વરસાદે જમાવટ કર્યા બાદ આજે સવારે નવ વગ્યા બાદ મેઘરાજા મેહરબાન થયા અને એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા જેમાં ઝાંઝરડા રોડનો અંડરબ્રિજ પાણથી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી અનુભવી હતી અને બાઈક સહીતના વાહનો પાણીમાં બંધ થવાથી મેશ્કેલી ઉભી થઇ હતી જયારે વાહનો પાસના ગરનારાળા માંથી પસાર થવાથી ટ્રાફિક જામનાં દર્શ્યો જોવા મળ્યા હતા બીજી તરફ શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી હતી માત્ર એક કલાકમાં ધોધમાર વરસાદ વરસતા બફારામાં રાહત જોવા મળી હતી.અને જોશીપુરા અન્ડરબ્રીજમાં પણ પાણી આવી જતા ત્યાં પણ વાહનો ચાલકો મુશ્કેલી અનુભવી હતી સારા વરસાદને લીધે ખેતી પાકને ફાયદો થયો હતો જયારે જિલ્લાના વિસાવદરમાં પણ 5 મિમિ વરસાદ નોંધાયો હતો બાકીના તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
વંથલી તાલુકામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા
- Advertisement -
આજે સવારથી જૂનાગઢ શહેર અને વંથલી તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો જેમાં જૂનાગઢ દોઢ ઇંચ સાથે વંથલી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસતા અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા અવીરત હેત વરસાવી રહ્યા છે.ત્યારે સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ખેતી પાકને ખુબ ફાયદો જોવા મળી રહ્યો છે.બીજી તરફ આજે સવારે 10 થી 12 વાગ્યામાં વંથલી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે મેઘરાજા મન મૂકીને વરસતા નદી નાળા છલકાયા હતા અને નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.