અક્ષર મંદિરથી મોતીબાગનાં માર્ગ ઉપર ફરી ખાડા પડ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ગણત્રીના દિવસો પહેલા જ બનેલા અક્ષર મંદિરથી મોતીબાગ સુધીના માર્ગમાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. વરસાદ પહેલા જયાં ધુળ ઉડતી હતી.ત્યાં હવે કાંકરા ઉડે છે. એક જ વરસાદમાં નવો બનેલો માર્ગ કેમ ધોવાઇ જાય તે તપાસનો વિષય છે. થોડા જ દિવસો પહેલા પ્રજાએ આ માર્ગ માટે આંદોલન કરી લડત આપી હતી અને ચકકાજામ કર્યો હતો. ત્યારે રાતોરાત ડામરથી મઢવામાં આવેલા આ માર્ગની આવી દુર્દશા થતાં લોકોમાં રોષની લાગણી જોવા મળે છે. આ માર્ગ ઉપર દિવસભર ભારે ટ્રાફીક રહેતો હોય સતત વાહનોની અવર જવર ચાલું હોય છે. ત્યારે અચાનક પડેલા ખાડાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનાં સામનો કરવો પડે છે.