જિલ્લામાં પાક નુકસાનનો સરવે કામગીરી ધીમી ગતિએ
218586 હેક્ટર વાવેતરમાંથી 51 હજાર હેક્ટર નુકસાનગ્રસ્ત
- Advertisement -
જિલ્લામાં પાક નુકસાનીનો સરવે માત્ર 297 હેક્ટર ક્ષેત્રમાં થયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ જિલ્લામાં બે સપ્તાહ પૂર્વે ભારે વરસાદ થયો હતો. જેમાં જિલ્લાના છ તાલુકામાં 2.18 લાખ હેકટર વાવેતર વિસ્તારમાંથી 51 હજાર હેકટર જેટલી જમીન અસરગ્રસ્ત થઈ છે. જેમાં સૌથી વધુ માણાવદર તાલુકામાં 16 હજાર હેકટર અને સૌથી ઓછું માળિયા તાલુકામાં 1930 હેકટર પાક-જમીનનું ધોવાણ થયું છે. હાલ 48 ટીમ સરવે કરી રહી છે. 297 હેક્ટર જેટલા વિસ્તારમાં સરવે થઈ ગયો છે. ગત તા.19 અને 20 ઓગસ્ટના જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. માણાવદર,મેંદરડા, બાંટવા, માળીયા હાટીના,કેશોદ, વંથલી, માંગગરોળ તાલુકામાં 8 થી લઇને 16 ઇંચ જેટલો વરસાદથયો હતો. ભારે પુરના કારણે જમીનમાંથી ઉભો પાક ઉખડીને તળાઇ ગયો હતો અને વ્યાપક પ્રમાણમાં જમીનનું ધોવાણ થયુ હતુ. હવે બે સપ્તાહ બાદ પાણી ઓસરતા ખેતીવાડી વિભાગ દ્વારા સરવે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કેશોદ તાલુકાના 27ગામના 15950 હેક્ટર, માણાવદર તાલુકાના 18 ગામનો 16505 હેક્ટર, મેંદરડા તાલુકાના 24 ગામનો 7464 હેકટર, માંગરોળ તાલુકાના 15 ગામના 6586 હેકટર, વંથલીના 14 ગામનો 2905 હેકટર અને માળિયા હાટીનાના 4 ગામના 1930 હેકટર વાવેતર વિસ્તારમાં પાક અને જમીનને નુકસાન થયું છે. ખેતીવાડી વિભાગની 48 ટીમ જેમાં તા.3 સુધીમાં કુલ 51040 હેક્ટર વિસ્તારમાંથી 297 હેકટર જેટલા વિસ્તારમાં સરવે પૂર્ણ કરવામાં આવ્યો છે. તેમાં 44 ખેડૂતોની 27.1 હેક્ટર જમીનમાં 33 ટકાથી વધુ નુકસાન થયાનું સામે આવ્યું છે. જિલ્લાના છ તાલુકામાં કુલ 218586 હેક્ટરમાં વાવેતર થયું ગામનો 51040 હેકટર વિસ્તારમાં હતું. આ છ તાલુકાના કુલ 102 નુકસાનગ્રસ્ત થયો છે. હવે ક્યારે સરવે પૂર્ણ થાય છે અને ખેડૂતોને ક્યારે નુકસાનનું વળતર ચૂકવવામાં આવે છે એ જોવું રહ્યું.
જિલ્લામાં તાલુકાવાર નુકસાનીનો અંદાજ
કેશોદ 27 ગામના 15,950 હેક્ટર
માણાવદર 18 ગામના 16,505 હેક્ટર
મેંદરડા 24 ગામના 7,464 હેક્ટર
માંગરોળ 15 ગામના 6,586 હેક્ટર
વંથલી 14 ગામના 2,605 હેક્ટર
માળિયા હાટીના 4 ગામના 1,930 હેક્ટર
- Advertisement -
સૌથી વધુ નુકસાન માણાવદર તાલુકામાં પણ હજુ સરવે થયો નથી
માણાવદર તાલુકાના 18 ગામનો 16505 હેકટર વિસ્તારમાં અસરગ્રસ્ત થયો છે. આ તાલુકામાં નવ સર્વે ટીમ ફાળવવામાં આવી છે. જયારે મેંદરડા તાલુકામાં 150, વંથલીમાં 978કટર અને માળિયામાં માણાવદર, કેશોદ અને માંગરોળ તાલુકામાં તો હજુ સર્વે શરૂ પણ થયો નથી માળીયાહાટીનામાં 80 હેક્ટર જમીનનો સર્વે થઈ ગયો છે.