ઝારખંડમાં ભારે વરસાદ વચ્ચે રેલવે ટ્રેક પર ભૂસ્ખલન થયું હતું પરિણામે વંદેભારત સહિતની અનેક ટ્રેનોના રૂટ બદલાવવામાં આવ્યા હતા. મોટા પથ્થરો પડતા ટ્રેકને નુકશાન થયું હતું. 100થી વધુ સ્લીપર ક્ષતિગ્રસ્ત થયા હતા.
રેલવે વિભાગના સૂત્રોએ કહ્યું કે ઝારખંડમાં ભારે વરસાદ વચ્ચે સિધવાર-સાંકી ક્ષેત્રમાં ટનલ નજીક મોટી ભેખડ ટ્રેક પર ધસી પડી હતી. આ દરમ્યાન ટ્રેક પરથી પસાર થતું એન્જીન ઝપટમાં આવી ગયું હતું. એન્જીનના હડસેલાથી ભેખડ ટનલ સુધી પહોંચી ગઇ હતી. ખાલી એન્જીન જ હોવાથી કોઇ મોટી દુર્ઘટના થઇ ન હતી.
- Advertisement -
ભેખડ પડવાને કારણે ટ્રેકના 100થી વધુ સ્લીપર ઉખડી ગયા હતા. પાટા પણ ક્ષતિગ્રસ્ત થયા હતા જેનું યુધ્ધના ધોરણે રીપેરીંગ હાથ ધરાયું હતું. આ ઘટના બાદ રાંચી સુધીની ટ્રેનો પ્રભાવિત થઇ હતી. વંદે ભારત સહિતની ટ્રેનોના રુટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતાં.