ભારતના કેટલાંક ભાગો ભારે વરસાદમાં ધમરોળાયા છે તેમ ચીનમાં પણ ભયાનક વરસાદ ત્રાટકતા જોખમી ભાગોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. પાટનગર બીજીંગ તથા પુર્વોતર ભાગોમાં અંધાધુંધ વરસાદ હતો. ચીનમાં બે દિવસથી ખતરનાક ડોકસુરી વાવાઝોડાનો પ્રભાવ રહ્યો હતો અને અતિ ભારે વરસાદની હાલત વધુ ગંભીર બની હતી.
સરકાર દ્વારા પુર, ભૂસ્ખલનની પણ ચેતવણી જારી કરવામાં આવી હતી. પાટનગર બીજીંગમાંથી 27000 લોકોનું સ્થળાંતર કરાયુ હતું. હેબેમાંથી 20000 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. બીજીંગ સહિત સમગ્ર પુર્વોતર ભાગોમાં રેડએલર્ટ જારી કરાયુ હતું.
- Advertisement -
બીજીંગના 2.2 કરોડ લોકો તથા તેઈનજીનના 1.40 કરોડ લોકો ભારે વરસાદમાં અસરગ્રસ્ત બન્યા છે. 2011 પછી પ્રથમ વખત અતિ ભારે વરસાદની આ પ્રકારની ચેતવણી આપવામાં આવી છે. 2021માં પુરમાં 300 લોકોનો ભોગ લેવાયો હતો તેને ધ્યાને રાખીને સરકાર વધુ સાવધ છે.