શહેરમાં ભારે વરસાદ અને શહેરના લગભગ રસ્તા પર તૂટી જવાથી વાહન ચાલકો પરેશાન: અકસ્માત અને લોકોને ઇજા થવાના બનાવો વધ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના રસ્તાની હાલત અતિ દયનિય બની છે શહેરના મોટાભાગના રસ્તા નું ધોવાણ થતા મસ મોટા ખાડા પડી ગયા છે. જેના લીધે શહેરીજનો ચાલવામાં અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ખરાબ રસ્તા ના કારણે અકસ્માત નો ભય અને લોકોને ઇજા થવાના બનાવો બની રહ્યા છે ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહયું છે જેના લીધે રસ્તા તૂટવાથી મુશ્કેલી હતી એક મુશ્કેલીમાંથી શહેરીજનો બહાર નથી આવ્યા ત્યાં એક મહિનાથી ભારેથી અતિ ભારે વરસાદ પાડવાના કારણે શહેરના રસ્તાનું ધોવાણ થતા મુશ્કેલીમાં વધારો થયો છે અને લોકો હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે અને મનપા તંત્ર હાલતો માટી અને કપચી પુરાણ કરીને જેવાતેવા રસ્તાને ચાલી શકાય તેવી કામગીરી જોવા મળછે શહેરની આ સમસ્યા દર ચોમાસામાં જોવા મળેછે અને પ્રજા સહન કરી રહીછે ખરાબ રસ્તા અને ખાડા રાજથી ક્યારે છુટકારો મળશે તેતો હજુ ખબરજ નથી.
શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટરની લાઈનો હજુતો મુખ્ય માર્ગો પર નખાઈ છે હજુતો સોસાયટી સાથે નાના રહેણાંક વિસ્તારની ગટરની લાઈનો ભૂગર્ભ ગટર મુખ્ય લાઈનો સાથે જોડવાની બાકી છે ત્યારે હજુ વધારે સમય કામ ચાલશે અને લોકોને વધુ મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવશે હાલ તો શહેરમાં ભારે વરસાદ ના કારણે અનેક કામો થઇ શકે તેમ નથી એક તરફ તેહવારો આવી રહ્યા છે ત્યારે શહેરમાં હરવા ફરવા બહાર થી પ્રવાસીઓ પણ ખુબ આવેછે ત્યારે બહારથી આવતા પ્રવસીઓ પણ ખાડા રાજથી પરેશાન થશે અને જૂનાગઢ ની આગવી ઓળખ ધરાવતા શહેરની હાલત જોઈને કંઈક અલગ સંભારણું લઈને જશે.ભૂગર્ભ ગટરથી મુશ્કેલી વધી



