દેશમાં ઉત્તર-પશ્ચિમમાં સામાન્ય કરતાં 40% વધુ વરસાદ પડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં ચોમાસુ એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગયું છે. આ અઠવાડિયે લગભગ તમામ રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ (ઈંખઉ) અનુસાર, આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશ-રાજસ્થાન સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
- Advertisement -
જો કે, દેશમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ થયો છે. ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં સામાન્ય કરતાં 40% વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે, દક્ષિણ ભારતમાં સામાન્ય કરતાં 45% ઓછો વરસાદ થયો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર રાજ્યના 4 જિલ્લામાં 40 હજારથી વધુ લોકો હજુ પણ પૂરની ઝપેટમાં છે. ગુરુવારે વધુ 4 લોકોના મોત થયા છે. જેના કારણે મૃત્યુઆંક વધીને 11 થયો છે.
હિમાચલ પ્રદેશના શિમલામાં પૂર જેવી સ્થિતિ છે. જ્યારે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદને કારણે ગુરુવારે છિંકા નજીક ભૂસ્ખલન થયું હતું. જેના કારણે બદ્રીનાથ તરફ જતો હાઈવે બ્લોક થઈ ગયો હતો. પ્રવાસીઓ અહીં ફસાયેલા છે. ગુજરાતના પંચમહાલમાં ભારે વરસાદને કારણે ફેક્ટરીની દિવાલ ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં 4 બાળકોના મોત થયા છે, જ્યારે 5 અન્ય ઘાયલ થયા છે.
આ રાજ્યોમાં ભારે વરસાદ ઉત્તરાખંડ, આસામ, પશ્ચિમ-પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ-પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પૂર્વ-પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર , કોસ્ટલ કર્ણાટક, કેરળ, ગોવા, સિક્કિમ અને આંદામાન-નિકોબાર.
- Advertisement -
આ રાજ્યોમાં હળવો વરસાદ
જે રાજ્યોમાં ભારે વરસાદ થયો છે તેવા કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ થશે. આ ઉપરાંત હરિયાણા, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ કર્ણાટકમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.