ગુજરાતમાં 4 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી, 3 સિસ્ટમ સક્રિય
તમામ અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ કરાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હવામાન વિભાગની આગાહી મુજબ, 7થી 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ 5ડવાની સંભાવના રહેલી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદ સંબંધે ડિઝાસ્ટર પ્રીપેડનેશ અંગે મુખ્યમંત્રીએ તલસ્પર્શી સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમ સંબંધિત જિલ્લાઓમાં ડિપ્લોય કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને પગલે હાલ રાજ્યમાં ગઉછઋની 9 ટીમો તહેનાત છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસશે
રાજકોટમાં મંગળવારે 3 ઇંચ વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર છત્તીસગઢ પર બનેલું લો પ્રેશર ઝડપથી આગળ વધી રહ્યું છે. છત્તીસગઢ પર લો પ્રેશર બન્યા બાદ તે એમપી ત્યાંથી રાજસ્થાન તરફ આગળ વધીને બુધવારે કચ્છ પર કેન્દ્રિત થયું હતું. જેને કારણે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. કચ્છથી સિસ્ટમ આગળ વધીને પાકિસ્તાન તરફ ફંટાઈ જાય એવું અનુમાન છે.
વલસાડ, નવસારી, કચ્છ, જામનગર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ ત્રાટકશે
- Advertisement -
ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિવાય રાજસ્થાન પર સિસ્ટમ સક્રિય બની છે. વધુ એક વરસાદ લાવે તેવી સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમના લીધે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિસ્ટમના કારણે ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
કઈ તારીખે ક્યાં વરસાદ પડવાની સંભાવના?
7 જુલાઈ ભાવનગર, સુરત, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ
8 જુલાઈ નવસારી, દ્વારકા, ડાંગ, પોરંબદર, સુરત, તાપી, ડાંગ, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા
9 જુલાઈ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપી
10 જુલાઈ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી, રાજકોટ, તાપી, સુરત અને ડાંગ
11 જુલાઇ આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
12 જુલાઇ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે.