બરેલી અશાંતિ પછી 50+ એફઆઈઆરમાં મૌલાના તૌકીર રઝાના નામ છે
ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલી હિંસા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે, જિલ્લામાં 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ રાખવાના નિર્દેશો અપાયો છે. બીજી તરફ પોલીસે મૌલાના તૌકીર રઝાની ધરપકડ કરી હતી. મૌલાના તૌકીર રઝા સહિત આઠ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. વધુમાં પોલીસે બરેલીમાં થયેલી હિંસાના સંદર્ભમાં 50 લોકોની અટકાયત કરી છે. 2,000 પથ્થરમારો કરનારાઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
- Advertisement -
મૌલાના તૌકીર રઝા ખાનનું નામ આરોપી તરીકે સામે આવ્યું
અહેવાલો અનુસાર, પોલીસે હિંસા મામલે શહેરના પાંચ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છ કેસ દાખલ કર્યા છે. કોતવાલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા રમખાણ કેસમાં IMCના વડા મૌલાના તૌકીર રઝા ખાનનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું છે, જ્યારે બાકીના કેસોમાં મૌલાનાના સમર્થકોનું નામ લેવામાં આવી રહ્યું છે. તપાસના આધારે, બારાદરી પોલીસે ફૈક એન્ક્લેવના રહેવાસી લગ્ન હોલ સંચાલક ફરહત અને તેના પુત્રનો પણ આ કેસમાં સમાવેશ કર્યો છે. આ વ્યક્તિઓએ ગુરુવાર રાતથી મૌલાનાને તેમના ઘરમાં આશ્રય આપ્યો છે. હાલમાં, મૌલાના તૌકીર રઝાની પોલીસે ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, મૌલાના તૌકીર રઝાની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.
જાણો શું છે મામલો
- Advertisement -
આઈ લવ મોહમ્મદના સમર્થનમાં મૌલાના તૌકીર રઝા ખાનના બોલાવવામાં આવ્યા હતા. જોકે, મૌલાના ગેરહાજર હોવાથી ભીડ બેકાબૂ બની ગઈ. તોફાનીઓએ ખલીલ સ્કૂલ ચોકડી પાસે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી. નવલતી ચોકડી પર પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો અને શ્યામગંજમાં ગોળીબાર કર્યો. શહેરમાં લગભગ ત્રણ કલાક સુધી અશાંતિ રહી. ભીડને વિખેરવા માટે, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. સાંજે 5 વાગ્યા સુધીમાં પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ.




