-હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. આ સાથે ઉત્તર ગુજરાતના પવનની ગતી 41 થી 61 કિમી નોંધાશે.
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે કચ્છ, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગાંધીનગર અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી છે તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દીવ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગીર સોમનાથ અને બોટાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે અમદાવાદ, આણંદ, ખેડામાં વરસાદની આગાહી છે. આ સાથે વડોદરા, પંચમહાલ, દાહોદમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાનની આગાહી મુજબ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદ થવાની સંભાવના છે.
- Advertisement -