તમિલનાડુની રાજધાની ચેન્નઇના અશોકનગરમાં સોમવારના સવારે એક ખાનગી દવા ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગી હતી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની કેટલીય ગાડીઓ પહોંચી હતી અને આઘ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે. ફેક્ટરીની પાસે કેટલાય વાહનો આગના કારણે બળી ગયા હતા.
જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલમાં તો રાહત અને બચાવકાર્ય ચાલુ છે. ભાષણ આગએ પૂરી બિલ્ડીંગને પોતાની ઝપેટમાં લઇ લીધી હતી, અને ફેક્ટરી પાસેના વાહનો પણ બળીને ખાખ થઇ ગયા હતા. તેની સાથે જ આ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.
- Advertisement -
રાહતની વાત તો એ છે કે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઇના પણ જાનમાલના નુકસાનના સમાચાર નથી. આ આગથી કેટલું નુકસાન થયું છે, તે હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલમાં તો પોલીસ અને ફાયરબ્રિગેડ રાહત અભિયાનમાં જોડાયેલ છે. માનવામાં આવી રહ્યું છે કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવી જોઇએ.