શહેરમાં આકાશમાંથી અગનવર્ષા: બપોરનાં સમયે ફૂંકાયો ગરમ પવન
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે. બપોરનાં સયમે ગરમ પવન ફૂકાઇ રહ્યાં છે. જૂનાગઢમાં સતત બે દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર રહેતા જનજીવત પ્રભાવીત થયું છે.હજુ આગમી ચાર દિવસ સુધી હિટવેવ રહેવાની સંભાવનાં છે.
હોળી પહેલા જૂનાગઢમાં ઉનાળાની સિઝને તેનો અસલી મીજાજ બતાવવાનું શરૂ કરી દીધો છે. જૂનાગઢમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીમાં વધારો થયો છે. પરંતુ છેલ્લા બે દિવસથી જૂનાગઢમાં હિટવેવ જેવો માહોલ છે. જૂનાગઢ શહેરમાં રવિવારે અને સોમવારે ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે. ગરમ વધતા જનજીવત પ્રભાવીત થયું છે. બપોરનાં સમયે ગરમ પવન ફૂકાઇ રહ્યાં છે. બપોરનાં સમયે લોકો કામ વિના ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. હોળ, ધૂળેટી સુધી જૂનાગઢમાં હિટવેવ રહેવાની સંભાવનાં છે. સામાન્ય રીતે સરેરાશ માર્ચ મહિનામાં બે થી ત્રણ દિવસ હિટવેવ હોય છે. પરંતુ તે પણ માર્ચ મહિનાનાં અંતમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર થતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે મધ્ય માર્ચમાં 40 ડિગ્રીએ જતું રહ્યું છે. માર્ચનાં અંત સુધીમાં ગરમીમાં વધારો થવાની સંભાવનાં રહેલી છે.
રોડ, બાંધકામનાં મજુરને બપોરે આરામ આપવો
- Advertisement -
હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તેમજ આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે સનસ્ટ્રોકથી બચવા માટે આરોગ્યલક્ષી કાળજી રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.ગરમીને કારણે ખેત મજુરો રોડકામ તથા બાંધકામ કરતા મજુરોને સનસ્ટ્રોક લૂ લાગવાની શક્યતા વધારે હોય છે. આથી જૂનાગઢ જિલ્લાની જનતાને લૂ થી બચાવવા જિલ્લા કલેક્ટરએ આરોગ્યલક્ષી તકેદારી રાખવા અપીલ કરી છે.
સનસ્ટ્રોકનાં લક્ષણો અને તેનાંથી બચવા શું કરવું ?
લૂ લાગવાના લક્ષણો જોઇએ તો માથુ દુ:ખવું, પગની પીંડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછુ થઇ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી સહિત છે. આ અંગેની તકેદારી માટે સીધા સુર્યપ્રકાશથી બચવું, વારંવાર પાણી પીવું અને શક્ય તેટલુ વધારે પાણી અને પ્રવાહી પીવું, લૂ લાગવાની સ્થિતિમાં લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નારીયલનું પાણી, ખાંડ મીઠાનું દ્વાવણ, ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા, ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, દિવસ દરમિયાન ઠંડક અને છાયામાં રહેવું.ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા અને આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીમાં માથુ ઢંકાય તેમ ઉપયોગ કરવો, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્વો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી, ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં. બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો, આયુર્વેદની દ્વષ્ટિએ ગરમીની ઋતુમાં વરિયાળી, કાચીકેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત ગુણકારી હોય છે. રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી. તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવા જણાવાયું છે.