43 ડિગ્રી તાપમાન મધ્ય સ્પેનમાં
- Advertisement -
હીટવેવના કારણે ડઝનબંધ જંગલોમાં આગ લાગી છે, હીટવેવ હવે યુરોપના ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, આવી સ્થિતિમાં નિષ્ણાતોએ ફ્રાન્સના બોર્ડેક્સ શહેરમાં તાપમાનનો પારો રેકોર્ડ 44 ડિગ્રી સુધી પહોંચી જવાની આશંકા વ્યક્ત કરી છે
બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી (ઞઊંઇંજઅ)એ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે અને હવામાન વિજ્ઞાન કાર્યાલયે ભારે ગરમીની પ્રથમ ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે
- Advertisement -
સ્પેનમાં 36થી વધુ સ્થળો પર આગી લાગી છે
યુકેમાં સોમવારે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હોવાની આશંકા વચ્ચે દેશના લોકોને ઘરની અંદર રહેવા અને બિન-જરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે, અહીં પ્રથમ વખત 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી શકે છે. યુકે મીટીરોલોજીકલ ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ પ્રોફેસર પેની એન્ડર્સબીએ કહ્યું કે, ’અમે કદાચ બ્રિટિશ ઈતિહાસનો સૌથી ગરમ દિવસ જોઈ રહ્યા છીએ.’ તેમણે કહ્યું કે, આવતીકાલે (મંગળવારે) તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ રહેવાની સંભાવના છે સંભવિત અંદાજ 41 છે.