રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. રાજ્યનાં ચાર શહેરોમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. તેમજ હજુ ગરમી વધવાની શક્યતા હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં ધીમે ધીમે લોકો બપોર બાદ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો હતો. અમરેલી શહેરમાં 40 ડિગ્રી તો રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. રાજ્યનાં 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર થયું હતું. અમદાવાદમાં તાપમાન 37.3 ડિગ્રી નોધાયું હતું. હજુ ગરમી યથાવત રહેવાની આગાહી છે.
- Advertisement -
દરિયા કિનારાનાં વિસ્તારોમાં બફારો રહેવાની શક્યતાઃ હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે અરબ સાગરમાં ઉભી થયેલ સિસ્ટમનાં કારણે પશ્ચિમથી ઉત્તર દિશા તરફ રહેતા અરબ સગર પરના ભેજ ગુજરાતમાં આવશે. હવામાન વિભાગનાં વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, દરિયા કિનારાનાં વિસ્તારોમાં બફારો રહેવાની શક્યતા છે. તેમજ આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે.
રાજ્યમાં કાળઝાળ ગરમી!
અમદાવાદ- 37.3 ડિગ્રી
ગાંધીનગર- 37.2 ડિગ્રી
ડીસા- 37.9 ડિગ્રી
વડોદરા- 38.6 ડિગ્રી
અમરેલી- 40.3 ડિગ્રી
ભાવનગર- 37.4 ડિગ્રી
રાજકોટ- 40.1 ડિગ્રી
સુરેન્દ્રનગર- 39.2 ડિગ્રી
પોરબંદર- 39.0 ડિગ્રી
વેરાવળ- 38.9 ડિગ્રી
મહુવા- 38.6 ડિગ્રી
ભુજ- 38.5 ડિગ્રી
નલિયા- 37.2 ડિગ્રી
કંડલા- 39.0 ડિગ્રી
કેશોદ- 39.4 ડિગ્રી