– બેગમાં લઈને ફરતી રહી, હોટલ રૂમમાં થયો મોટો ખુલાસો
બેંગલુરુની એક સ્ટાર્ટઅપ કંપનીની CEOએ એ તેના ચાર વર્ષના બાળકની હત્યા કરી અને લાશને બેગમાં મૂકીને કર્ણાટક પરત ફરી રહી હતી. હાલ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.
- Advertisement -
બેંગલુરુમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખી. આટલું જ નહીં પુત્રની હત્યા બાદ માતા તેની લાશને બેગમાં ભરીને લઈ જતી રહી હતી. આ ઘટનાને અંજામ આપવા માટે મહિલાએ હોટલ બુક કરાવી હતી અને હોટલના રૂમમાં પોતાના જ પુત્રની હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.
#Murder|| Suchana Seth, mother who killed her 4-year-old son, booked for murder and also under Goa Children's Act: SP Nidhin Valsan pic.twitter.com/Dox6kZM015
— Goa News Hub (@goanewshub) January 9, 2024
- Advertisement -
બેંગલુરુની એક સ્ટાર્ટ-અપના મહિલા સીઈઓએ તેના ચાર વર્ષના બાળકની હત્યા કરી નાખી. હાલ પોલીસે મહિલા સીઈઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી મહિલાની ઓળખ સુચના સેઠ તરીકે થઈ છે. મહિલાએ ગોવામાં તેના પુત્રની હત્યા કરી અને પછી લાશને બેગમાં મૂકીને કર્ણાટક પરત ફરી. જ્યારે મહિલાએ હોટલમાંથી એકઆઉટ કર્યું ત્યારે સફાઈ કર્મચારીઓએ હોટલના રૂમની અંદર લોહીના ડાઘ જોયા ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો.
વધુ વિગતો જાણીએ તો સૂચના સેઠ નામની આ મહિલા એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપનીની CEO છે. મહિલાના લગ્ન વર્ષ 2010માં જ થયા હતા અને વર્ષ 2019માં તેમને એક પુત્રનો જન્મ થયો હતો. સાથે જ જાણવા મળ્યું છે કે મહિલાનો તેના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગે બંને કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટમાં લાંબા સમય સુધી સુનાવણી ચાલી. આખરે કોર્ટે બંનેના છૂટાછેડા સ્વીકારી લીધા હતા. આ સાથે કોર્ટે આદેશ આપ્યો હતો કે મહિલાના પતિ રવિવારે તેમના બાળકને મળી શકે છે, પરંતુ મહિલાને કોર્ટનો આ આદેશ પસંદ આવ્યો ન હતો. એટલા માટે મહિલા ગોવા આવી અને તેનો પતિ દીકરાને મળી ન શકે એટલા માટે દીકરાની હત્યા કરી હોવાનું કહેવાય રહ્યું છે.