રાજ્ય સરકારને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ, 18 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ મુદ્દે સુનાવણી આજે હાથ ધરાઇ હતી. ઓરેવા કંપની તરફથી કોર્ટમાં રજૂઆત કરાઇ હતી. 50 ટકા રકમ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી સમક્ષ જમા કરાવવામાં આવી છે. બાકીની રકમ 11 એપ્રિલ સુધીમાં જમા કરાવવા કોર્ટને બાંહેધરી અપાઇ છે.
મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. ઓરેવા કંપની તરફથી કોર્ટમાં દલીલો કરાઈ હતી. મૃતકોને સહાય મુદ્દે કંપનીએ રજૂઆત કરી. 50 ટકા રકમ સ્ટેટ ઓથોરિટીમાં જમા કરાવાઈ. 11 એપ્રિલ સુધીમાં બાકીની રકમ જમા કરાવવા કોર્ટમાં બાંહેધરી આપી. રાજ્ય સરકારને બ્રિજ મુદ્દે કરેલી કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનું કહેવાયું છે. 18 એપ્રિલ સુધીમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ અપાયો છે. આમ આ કેસમાં 18 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે