ગજાનન ધામના આયોજકોએ JCB બોલાવી રેતી દૂર કરી
મંદિરના પટાંગણમાં ગણેશ ઉત્સવની જગ્યા પર સ્વામીજીએ રેતી કપચીના ઢગલા કરી દેતા આયોજકોએ રોષે ભરાઈને રામધૂન બોલાવી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી હનુમાન મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. જેમાં ગણેશ ઉત્સવના આયોજનની જગ્યા પર સ્વામીજીએ રેતી કપચીના ઢગલા કરી જગ્યા પર કબજો જમાવી લીધો હોવાનું સામે આવતા ગણેશ મંડળના સભ્યો રોષે ભરાયા હતા. ગજાનંદ ધામ મંડળના સભ્યો એકત્ર થયા હતા અને JCBથી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી હતી.
બાલાજી હનુમાન મંદિરે ગજાનનધામ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આયોજન માટે આયોજકોએ ગુરુવારે એક મિટિંગ બોલાવી હતી અને જમણવારનું આયોજન કર્યું હતું. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સેવકો આયોજન સ્થળે ધસી ગયા હતા અને ગજાનન ધામના આયોજકને તમે બધું આ બંધ કરી દો. તેમ જણાવ્યું હતું. આયોજકોએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આમ વાત વણસતા મામલો બિચક્યો હતો. આમ ગણેશોત્સવના આયોજક અને સ્વામિનારાયણ સંપ્રદાયના સેવકો સામ-સામે થઈ ગયા હતા. મામલો બિચકતા ભક્તોના ટોળેટોળાં ઊમટી પડ્યા હતા અને પોલીસ બોલાવવી પડી હતી.
- Advertisement -
ગજાનનધામના આયોજક કિરીટભાઈ પાંધીએ જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષથી તેઓ કરણસિંહજી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં જ ગણેશોત્સવનું આયોજન કરે છે. જે માટે અમે દર વર્ષે રૂ.10થી 12 હજાર સુધીનું ભાડું ભરીએ છીએ. અમારી પાસે પહોંચ પણ છે