ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર તાલુકાના સુલતાનાબાદ પાસે દવાની શીશીઓ, બાટલા, સીરીઝ ઇન્જેક્શન જેવી બાયોમેડિકલ વેસ્ટની વસ્તુઓ ખુલ્લામાં જોવા મળી હતી.આ જથ્થો સરકારી છે કે ખાનગી તે આરોગ્ય વિભાગ પાસે તપાસ થાય તો સાચો ખ્યાલ આવી શકે. પરંતુ ખાનગી કે સરકારી હોય પરંતુ આવી રીતે બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખવાની મનાઈ હોય છે. ત્યારે આરોગ્યતંત્ર દ્વારા તપાસ થાય અને તેની સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
જયારે માણાવદરના ભાલેચડા ડેમ ખાતે થોડા મહિના પહેલા મોટા પ્રમાણમાં દવાનો જથ્થો ખુલ્લામાં મળ્યો હતો તે જથ્થો કોનો છે હજુ સુધી સાચી હકીકત બહાર નથી આવી ત્યાં ફરી તાલુકામાં આવો બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો.