કોવિડ -19 થી સ્વસ્થ થનારાઓએ રોગપ્રતિકારક શક્તિ અને એનર્જી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કેન્દ્ર દ્વારા તેના mygovindia ટ્વિટર હેન્ડલ પર કોવિડમાં કુદરતી રીતે પ્રતિરક્ષા બનાવવા માટે ખાદ્યપદાર્થોની યાદી બહાર પાડવામાં આવી છે.
સ્વાદ અને ગંધ ન આવવા એ કોવિડ સંક્રમણના સામાન્ય લક્ષણોમાંનું એક છે. કારણ કે તેનાથી ભૂખ ઓછી થાય છે અને દર્દીઓ માટે ખોરાક ગળવો મુશ્કેલ બને છે, તેથી માંસપેશીઓને નુકસાન થઇ શકે છે. આ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, ‘થોડાં-થોડા સમયે નરમ ખોરાક લેવો અને ખોરાકમાં આમચૂરનો પાવડર શામેલ કરવો મહત્વપૂર્ણ છે.’
- Advertisement -
અહીં જુઓ સંપૂર્ણ યાદી
– પૂરતા પ્રમાણમાં વિટામિન અને ખનિજો મેળવવા માટે રંગબેરંગી ફળો અને શાકભાજીનું સેવન
-ચિંતામાંથી છૂટકારો મેળવવા માટે, ઓછામાં ઓછી 70 ટકા કોકોની માત્રા ધરાવતી ડાર્ક ચોકલેટનું થોડુ સેવન
- Advertisement -
– પ્રતિરક્ષા વધારવા માટે હળદરનું દૂધ દિવસમાં એકવાર.
– થોડા થોડા સમયે નરમ ખોરાક ખાઓ અને ભોજનમાં આમચૂરનો ઉપયોગ કરો.
રાગી, ઓટ્સ જેવા આખા અનાજની ભલામણ કરવામાં આવે છે.
-ચિકન, માછલી, પનીર, સોયા અને બીજ જેવા પ્રોટીનના સારા સ્ત્રોતનું સેવન.
– અખરોટ, બદામ, ઓલિવ ઓઇલ અને સરસવનાં તેલ જેવા સ્વસ્થ ફેટનું સેવન.
કોરોના મહામારીની બીજા લહેરના ઉદભવ સાથે, દેશમાં એક દિવસમાં સૌથી વધુ દૈનિક કેસો નોંધાયા છે, તાવ, શરીરના દુખાવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. કોવિડ -19 સામે લડવા માટેના અનેક ઘરેલું ઉપાયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. કેન્દ્રએ ફરી એકવાર જણાવ્યું છે કે 80 થી 85 ટકા કોવિડ સંક્રમણ ગંભીર તબીબી દખલ વિના, યોગ્ય પોષણ સાથે ઘરે મટાડવામાં આવશે. કેન્દ્રએ સહિષ્ણુતા અનુસાર નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને શ્વાસ લેવાના વ્યાયામની પણ ભલામણ કરી છે.
દેશમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે. આંકડાઓમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે આ વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરુવારે જણાવ્યું કે COVID -19 સંબધિત ગાઈડ લાઈડલાઈનનું એક લિસ્ટ ICMRના નામે સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. જે બિલકુલ ફેંક છે. જેમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેની તમામ પ્રકારની જાણકારી આપી છે, પરંતુ આ ફેક એટલે સંદતર રીતે ખોટી માહિતી છે અને (ICMRએ આવા પ્રકારનું કોઈ લિસ્ટ જાહેર કર્યું નથી.
આ મામલે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ટ્વિટ કરીને લખ્યું છે કે જે માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે તે સંદ્તર રીતે ખોટી અને નકલી છે.
પૂરતા પ્રમાણમાં વિટામિન અને ખનિજો મેળવવા માટે રંગબેરંગી ફળો અને શાકભાજીનું સેવન
-ચિંતામાંથી છૂટકારો મેળવવા માટે, ઓછામાં ઓછી 70 ટકા કોકોની માત્રા ધરાવતી ડાર્ક ચોકલેટનું થોડુ સેવન
– પ્રતિરક્ષા વધારવા માટે હળદરનું દૂધ દિવસમાં એકવાર.