આધેડ ઉંમરના લોકોને બે તૃતિયાંશ સમય પહેલા મોતના ખતરાને માત્ર 7000 પગલા દરરોજ ચાલીને ઓછો કરી શકાય છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો 7000 પગલા રોજ ચાલે છે, 7000 પગલાથી ઓછુ ચાલનારા લોકોની સરખામણીમાં તેમનામાં શરૂઆતનો મૃત્યુ દરનું જોખમ ઓછુ હોય છે. મેસાચુસેટ્સ યુનિવર્સિટી અહેરેસ્ટના રિસર્ચર્સે રિસર્ચ માટે 2100 લોકોને સામેલ કરીને તેમના સ્વાસ્થ્યના પરિણામનું મોનિટરિંગ કર્યુ.
- Advertisement -
7000 પગલા દરરોજ ચાલવાના ફાયદા ઉજાગર
રિસર્ચર્સે જણાવ્યું કે સૌથી ઓછા સક્રિય રહેતા લોકોમાં દરરોજ ચાલવાથી મૃત્યુ દરનો ફાયદો મળી શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છેકે 7000 પગલા દરરોજ ચાલવું એ સૂચવવામાં આવેલા 1000 પગલાની સરખામણીએ હ્રદયને લગતી સમસ્યાઓથી બચાવવા માટે પૂરતુ હતુ. રિસર્ચમાં 38 અને 50 વર્ષીય વયસ્કોનું મૂલ્યાંકન કરવાથી જાણવા મળ્યું કે જે લોકો દરરોજ 7000 પગલા ચાલ્યા, તેમના આગામી દશક સુધી મરવાની શક્યતા ઓછી હતી. રિપોર્ટમાં માનવામાં આવ્યું કે શારીરિક પ્રવૃત્તિ અનેક સ્થિતિઓ જેવી કે કાર્ડિયોવેસ્કુલર રોગ, ડાયાબિટિસ અને કેન્સર માટે ફાયદો કરવાની સાથે સાથે જીવનની ગુણવત્તામાં પણ સુધાર લાવે છે. જો કે સીમિત રિસર્ચના કારણે શારીરિક ગતિવિધી માટે અમેરિકન નેશનલ ગાઇડલાઇન્સ સ્વાસ્થ્ય લક્ષ્યને હાંસેલ કરવા માટે પગલાની ગણતરીને સામેલ નથી કરતી.
- Advertisement -
સમય પહેલા ઓછુ થઇ જાય છે મોતનું જોખમ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, એક વ્યક્તિએ 150 મિનિટની સરેરાશે વ્યાયામ કરવો જોઇએ. રિસર્ચમાં માનવામાં આવ્યું છે કે દર્દીના પહેરવા યોગ્ય મોનિટરિંગ સિસ્ટમ ક્રોનિક સ્થિતિઓને રોકવા અને બચાવ માટે વ્યક્તિગત દવા ઉપકરણો તરીકે સામે આવ્યા છે. આ વચ્ચે બે અમેરિકન રિસર્ચમાં જાણવા મળ્યું છે કે માત્ર 4000 ડગલા રોજ ચાલવાથી તમારા મોતનું જોખમ 30 ટકા ઓછુ થઇ જાય છે. અન્ય એક પ્રકાશિત સમીક્ષામાં વિશેષજ્ઞ તરફથી શારીરિક ગતિવિધીના ઘણા લેવલનો ફાયદો ગણાવવામાં આવ્યો હતો. તે અનુસાર, દરરોજ માત્ર 4400 પગલાની ચાલ ગંભીર બિમારીઓ સામે સુરક્ષા માટે પૂરતી છે.