કમિટી સભ્યોને નિ:શુલ્ક OPD, ઇમરજન્સી સેવા અને ઇન્ડોર સારવાર ઈૠઇંજના રાહતદરે મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની અગ્રણી સેવાભાવી સંસ્થા બોલબાલા ફાઉન્ડેશન દ્વારા તેના કમિટી સભ્યો અને તેમના પરિવારોને ઉચ્ચસ્તરીય તબીબી સુવિધાઓ પૂરી પાડવાના હેતુસર જયનાથ હોસ્પિટલ સાથે એક વર્ષ માટે મહત્વપૂર્ણ ખઘઞ (કરાર) કરવામાં આવ્યો છે. આ કરાર અંતર્ગત, બોલબાલાની તમામ વિંગના સભ્યોને નિ:શુલ્ક અને રાહત દરે આરોગ્ય સેવાઓનો લાભ મળશે.
- Advertisement -
બોલબાલા ફાઉન્ડેશનના પ્રમુખ જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “અમારા કમિટી સભ્યો સમાજ સેવામાં નિસ્વાર્થપણે જોડાયેલા છે, તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવી એ અમારી પ્રાથમિકતા છે.” જયનાથ હોસ્પિટલના સંચાલક ગઢીયા સાહેબે પણ આ સેવાયજ્ઞમાં જોડાવા બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો. આ કરારથી રાજકોટની 11 જેટલી સિનિયર સિટીઝન સંસ્થાઓને પણ લાભ આપવા કાર્યવાહી શરૂ કરાઈ છે.
યોજનાની મુખ્ય વિશેષતાઓ: નિ:શુલ્ક સેવા: બોલબાલા ફાઉન્ડેશનના કમિટી સભ્યોને હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક ઘઙઉ અને નિ:શુલ્ક ઇમરજન્સી વોર્ડની સેવાઓનો લાભ મળશે, જેમાં 15 જેટલા નિષ્ણાત ડોક્ટરોની સેવાઓનો સમાવેશ થાય છે.
રાહતદરે ઇન્ડોર સારવાર: હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે તો, સારવારનો ખર્ચ કેન્દ્રીય કર્મચારી હેલ્થ સ્કીમ (ઈૠઇંજ) ના દરે લેવામાં આવશે, જે સામાન્ય ખર્ચ કરતાં આશરે 35% જેટલો ઓછો હોય છે.
આયુષ્માન કાર્ડ: આયુષ્માન કાર્ડ ધારકોને સરકારના નિયમ મુજબ યોજના અંતર્ગત પણ સારવારનો લાભ મળશે.