ડોર ટુ ડોર ફરી જાગૃતિ પત્રીકાનું વિતરણ કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા શહેરમાં સીદી આદિવાસી વિસ્તાર તથા આંબેડકર વિસ્તારમાં મુખ્ય જીલ્લા ક્ષય અધિકારી શિતલબેન રામ તથા દિશા ડાપકુ નાં માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફીસ ની ટીમ દ્વારા 100 ઘરોમાં ફરી ટી.બી,એચ.આઈ.વી,હેપેટાઈટીસ જેવા ગંભીર રોગો વિશે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું તથા ડોર ટુ ડોર ઘરો ની વિઝીટ કરી મહીલાઓ તથા યુવાનોને એચ.આઈ.વી,ટી.બી,હેપેટાઈટીસ જેવા ગંભીર અને ચેપી રોગો વિશે સમજ આપતી જાગૃતિ પત્રીકાઓનું વિતરણ કર્યું હતું.આ ઝુંબેશમાં આરોગ્ય વિભાગના ગોપાલભાઈ પાતર,આરોગ્ય કેન્દ્ર નાં જયેશભાઈ ભાદરકા,આશા બહેનો સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફજોડાયોહતો.