કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સમોસા અને જલેબી જેવા ભારતીય નાસ્તા પર કોઈ ચેતવણી લેબલ હશે નહીં.
ભારતીય નાસ્તા પર કોઈ ચેતવણી લેબલ લગાવવામાં આવશે નહીં, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું
- Advertisement -
જાહેર જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓમાં તેલ અને ખાંડ બોર્ડ સ્થાપવામાં આવશે
આ પ્રયાસ બિન-ચેપી રોગોના નિવારણ અને નિયંત્રણ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની જોકે એક એડવાઈઝરી જારી કરી હતી. તેમાં ભારતમાં ઝડપથી વધી રહેલી મેદસ્વીતા જેવી બિમારી તથા જીવનશૈલી સંબંધી રોગને નિયંત્રણમાં લેવા પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત સમોસા-જલેબી સહિતની ખાદ્યચીજોમાં તેલ, ખાંડનુ પ્રમાણ કેટલુ છે તે બોર્ડ પર દર્શાવે છે.કચેરીઓ, સ્કુલો, તથા જાહેર સ્થળોએ તેલ અને સુગર બોર્ડ મારફત આ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવે જેનાથી લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈ શકે.