ડેંગ્યુ -મેલેરીયા જેવા રોગોની સારવાર માટે 2022માં રૂા.60,000ના વીમા દાવા થતા તે હવે રૂા.1.40 લાખ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
- Advertisement -
આરોગ્ય વિમામાં ત્રીજા ભાગના દાવા સિઝનલ બિમારીના થતા હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. જુલાઈ-ઓગસ્ટમાં ડેંગ્યુ-મેલેરીયા સહીત પાણીજન્ય રોગચાળો વકરતો હોય છે.જયારે આ મહિનાઓમાં તે બિમારી પેટેના વીમા દાવા વધુ હોય છે. શિયાળામાં ફલુની બિમારી પેટે વીમા કવચનું પ્રમાણ વધી જાય છે.
સર્વે રીપોર્ટ પ્રમાણે આરોગ્ય વીમા દાવામાં ડેંગ્યુ-મેલેરીયા જેવી પાણીજન્ય બિમારીઓનો હિસ્સો 15 ટકા છે. મચ્છર કરડવાથી થતી આ બિમારીની સારવારનો ખર્ચ દાવો 50,000 થી 1,50,000 નો મુકાતો હોય છે.
ચોમાસામાં ભેજની સ્થિતિમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે.સાથોસાથ વીમા દાવાનું પ્રમાણ પણ ઉંચુ રહે છે. આ ગાળામાં પેટની ગરબડને લગતી બિમારીના દાવા પણ વધી જાય છે.
તેનો હિસ્સો 18 ટકા રહે છે અને તેનો સારવાર ખર્ચ પણ અર્ધા લાખથી દોઢ લાખ થાય છે.
આ સિવાય 10 ટકા કેસો સિઝનલ એલર્જીનાં રહે છે. શિયાળાની સીઝનમાં ફલુનો કહેર સર્જાય છે અને વીમા દાવામાં તેમાં હિસ્સો 20 ટકા થાય છે. સારવાર ખર્ચ 25000 થી 1 લાખ સુધીમાં થાય છે. ભારત જેવા દેશોમાં ગંદકી સહીતનાં કારણોસર મચ્છર ઉત્પતિ વધુ રહેતી હોય છે. સર્વેમાં કેટલાંક મહત્વના તારણો પણ નિકળ્યા છે. અત્યાર સુધીમાં ઘેર બેઠા જ થઈ જતી સારવારમાં હવે હોસ્પીટલમાં દાખલ થવાનું પ્રમાણ વધ્યુ છે. જોકે, નિષ્ણાંતોના મતે આ પોઝીટીવ નિશાની છે. ઘરગથ્થુ ઈલાજને બદલે હોસ્પીટલમાં સારવારથી મૃત્યુ દર ઘટે છે. આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ બાબત એ છે કે ત્રણ વર્ષમાં સારવાર ખર્ચ ત્રણ ગણો વધી ગયો છે. પેટની બિમારીની સારવાર માટે 2022 માં સરેરાશ 64000 નો વીમા દાવો થતો હતો તેમાં હવે રૂા.1.70 લાખ થાય છે અન્ય બિમારી માટે પણ સમાન સ્થિતિ છે.