સંત કબીર રોડ પર કુલ 39 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગની ચકાસણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ભગવતીપરા મેઈન રોડ પાસે આવેલા ગૌષીયા કેટરર્સ પેઢીની તપાસ કરતાં સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલો વાસો અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડનો અંદાજિત 5 કિ.ગ્રા. જથ્થો મળી આવતાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ ફૂડ લાયસન્સ ડિસ્પ્લેમાં રાખવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન સંત કબીર રોડ વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 11 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્ય ચીજોના કુલ 39 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
આરોગ્ય શાખા દ્વારા શિવશક્તિ ઘુઘરા, શ્રી ગજાનંદ છોલે ભટુરે, બાલાજી મોમોસ, ભોલેનાથ ઘુઘરા, જય ચામુંડા મસાલા કોન, જય મોમોાઈ કોલ્ડ્રિંક્સ, બાલાજી પાણીપુરી, ચામુંડા પાણીપુરી, રાંદલ ભેળ, જે. જે. ઘુઘરા અને શ્રી નિવાસ ઘુઘરા સહિતનાને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી, તથા શ્રી રામ વડાપાઉં, ફેમસ વડાપાઉં, દ્વારકાધીશ નાસ્તા ગૃહ, નીર કોલ્ડ્રિંક્સ, ભગત દાળ પકવાન, ચામુંડા દાળ પકવાન, શ્રી ગજાનંદ જોધપુર એન્ડ સ્વીટ્સ, જય મંદિર કોલ્ડ્રિંક્સ, શ્યામ ડેરી, જગદીશ ગાંઠીયા, ક્રિષ્ના દાળ પકવાન, મયુર ફાસ્ટફૂડ, ગણેશ ડેરી ફાર્મ, જે. કે. નમકીન એન્ડ ફરસાણ, ભવાની ફરસાણ, આરતી પાણીપુરી, ભેરુનાથ આઈસ્ક્રીમ, જલારામ ભેળ હાઉસ, શિવશક્તિ દાબેલી, આરતી પાણીપુરી, ક્રિષ્ના બેકરી, પટેલ વિજય ફરસાણ, ચામુંડા ડેરી ફાર્મ, રાધેશ્યામ ડેરી ફાર્મ, શિવશંકર દાળ પકવાન, આકાશ દાળપકવાન, વેલનાથ રેસ્ટોરન્ટ, શિવમ ફાસ્ટફૂડની ચકાસણી કરવામાં આવી હતી.