આયુષ્યમાન કાર્ડ ઇશ્યુ – રીન્યુની કામગીરી બંધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
દર્દીઓ માટે સરકારના આશિર્વાદ સમાન બનેલી આયુષ્યમાન (હેલ્થ કાર્ડ) યોજના હેઠળ આપવામાં આવતા કાર્ડ અને રીન્યુ સહિતની કામગીરી એકાદ સપ્તાહથી બંધ થઇ જતા દેકારો બોલ્યો છે. હવે ધીમે ધીમે આ કામગીરી શરૂ થશે તેવું જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સુત્રોએ કહ્યું હતું.
- Advertisement -
રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશન હેઠળ આરોગ્ય કેન્દ્રોમાં નવા હેલ્થ કાર્ડ કાઢવાની કામગીરી થાય છે. લોકોને રૂા. પ લાખની સારવાર ઇમરજન્સી સંજોગોમાં કોઇ પણ હોસ્પિટલમાં સરકારના ખર્ચે મળે છે. આ મર્યાદા પણ સરકારે હવે 10 લાખની જાહેર કરી છે.
હજુ 70 વર્ષ ઉપરના તમામ લોકોને પણ તેમાં સામેલ કરવામાં આવનાર છે. આ કામગીરી પણ હવે સતત ચાલી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ મહાપાલિકા કચેરીમાં સિસ્ટમ ગોઠવાઇ છે.