ખાસ-ખબર સંવાદદાતા
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર (નદી) ના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત શાળા કોલેજો તેમજ ગામના લોકોમાં રક્તપિત અંગે જાગૃતિ આવે તેવા હેતુથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
સરકારની સૂચના મુજબ તારીખ 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધીના પખવાડીયાને રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન તરીકે ઉજવવાનો હોય હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર જોધપર (નદી) ના આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા અને મકસુદભાઈ સૈયદ દ્વારા સેન્ટર હેઠળ આવતી વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકોને રક્તપિત વિશે યોગ્ય માહિતી મળે અને રક્તપિતના દર્દીઓ સાથે ઓરમાયું વર્તન ન થાય એ બાબતે ખાસ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો અને રક્તપિતની સારવારનો ઈલાજ દરેક આરોગ્ય કેન્દ્ર પર વિનામૂલ્યે થતો હોવાનું પણ લોકોને જણાવ્યું હતું.