ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે 10 ડ્ઢ 10 ડ્ઢ 10નું સૂત્ર અ5નાવવા છખઈનો અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.10/2/2025 થી તા.16/02/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 33,197 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે. તથા ફિલ્ડવર્કરો દ્વારા 1093 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
- Advertisement -
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 718 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 332 અને કોર્મશીયલ 189 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે. તા.01/01/2025 થી તા.16/02/2025 સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો મેલેરિયા-1, ડેન્ગ્યુ-7, ચિકુનગુનિયા-2 કેસો નોંધાયા છે. અન્ય રોગચાળાની કેસની વિગતમાં શરદી – ઉધરસના-6734, સામાન્ય તાવના-5464, ઝાડા – ઉલટીના-1115, ટાઈફોઈડ તાવ-15, કમળો તાવ-2, મરડા-0, કોલેરા-0 કેસ નોંધાયેલા છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10 ડ્ઢ 10 ડ્ઢ 10 નું સૂત્ર અ5નાવા છખઈએ અનુરોધ કર્યો છે. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.
ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી
માટે આટલું જરૂરી કરીએ
પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.
બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.
ડેન્યુકુ નો મચ્છપર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાળન પુરૂ શરીર ઢંકાય તેવા ક5ડાં 5હેરવા.