તંત્રીલેખ અખબાર કે સામયિકના સમગ્ર તંત્રને ચલાવનાર, અખબાર કે સામયિકનો મુખ્ય સૂત્રધાર એટલે તંત્રી. અંગ્રેજીમાં જેને ઊમશજ્ઞિિં કહેવાય છે તેને ગુજરાતીમાં તંત્રી કે સંપાદક કહેવાય છે. તંત્રીલેખને અંગ્રેજીમાં ઊમશજ્ઞિંશિફહ અથવા કયફમયિ કહેવાય છે. તંત્રી કે સંપાદક જે લેખ લખે તેને ગુજરાતીમાં તંત્રીલેખ કે અગ્રલેખ કહેવાય છે. તંત્રીલેખને સામાન્ય રીતે અગ્રલેખ તરીકે નિર્દેશાય છે. તંત્રી કે સંપાદક દ્વારા લખવામાં આવેલા તંત્રીલેખ કે અગ્રલેખને સંપાદકીય લેખ પણ કહેવાય છે. સંપાદકીય લેખમાં તંત્રી કે સંપાદક કોઈપણ ગરમાગરમ વિષય કે તરોતાજા ઘટનાઓ પર લખે છે. તંત્રીલેખમાં તંત્રી અખબારોની નીતિ, વિચાર અને વિચારધારા રજૂ કરે છે. અગ્રલેખને કોઈપણ અખબાર કે સામયિકનો અવાજ ગણવામાં આવે છે. અખબાર કે સામયિકનો કોઈ વિષય પરનો પોતાનો અભિપ્રાય અગ્રલેખમાં હોય છે. તંત્રીલેખ – અગ્રલેખ પત્રની વિચારધારાનું પ્રતિબિંબ છે. એડિટર દ્વારા એડિટોરિયલ્સમાં પેપરની પોલિસીને પ્રસ્તુત કરવામાં આવે છે.
તંત્રી પોતાના સ્થાનેથી જે લેખ લખે તેને તંત્રીલેખ કહેવાય છે, તેથી તંત્રીલેખમાં નીચેની બાજુએ તંત્રીસ્થાનેથી લખેલું વાંચવા મળે છે. અસરકારક તંત્રીલેખ લખવા માટે કેટલીક બાબતો અનિવાર્ય છે જેમ કે, એક આદર્શ સંપાદકીય લેખન 600થી 800 શબ્દોમાં તેમજ ત્રણ ફકરામાં હોવું જોઈએ. તંત્રીલેખનું લખાણ સન્ક્ષિપ્તમાં અને સચોટ હોવું જોઈએ. તંત્રીલેખમાં વિશ્વસનીયતા, આત્મીયતા, રસિકતા જેવા ગુણો હોવા જોઈએ. તંત્રીલેખ વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખી લખેલો હોવો જોઈએ. તંત્રીલેખ અખબારના નીતિ-નિર્માણના તત્વો સાથે જોડાયેલો હોવો છે. તંત્રીલેખનું લેખન પક્ષપાતથી મુક્ત રહીને તટસ્થતાપૂર્વક સરળ અને સ્પષ્ટ ભાષામાં થયેલું હોવું જોઈએ. તંત્રીલેખ વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત રહીને ચોક્કસ વિચાર અને દૃષ્ટિકોણ રજૂ કરનારો હોવો જોઈએ. તંત્રીલેખમાં સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચારની સમજ, ત્યારબાદ સમગ્ર સમાચાર પર અભિપ્રાય કે વિચાર અને અંતમાં સમાચારની સમજ પર રજૂ કરેલા અભિપ્રાય કે વિચારનું નિષ્કર્ષના આપવામાં આવેલું હોવું જોઈએ.
- Advertisement -
અખબાર કે સામયિકમાં એડિટર પેઈજ હોય છે. એડિટર પેઈજને તંત્રીનું પાનું કહેવાય છે. તંત્રીના પાનામાં ડાબી બાજુ શીર્ષ પર એક ઉભા પટ્ટામાં, ત્રણથી ચાર કોલમ જેટલી જગ્યામાં તંત્રીલેખ પ્રકાશિત કરવામાં આવે છે. તંત્રીલેખ વાસ્તવમાં તંત્રી કે સંપાદક દ્વારા લખાવવો જોઈએ પરંતુ મોટાભાગના તંત્રીલેખ સહતંત્રી કે ઉપસંપાદક દ્વારા લખવામાં આવે છે. પહેલાના સમયમાં તંત્રી ભાગ્યે જ તંત્રીલેખ સિવાય કશું લખતા હતા તો હાલના સમયમાં તંત્રી પોતે જ તંત્રીલેખ લખતાં હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આજકાલ તંત્રીઓ પાસે તંત્રીલેખના લેખન સિવાય અઢળક લેખનકાર્ય હોય છે. તંત્રીઓ દ્વારા તંત્રીલેખ લખવામાં આવતા ન હોવાથી તેની ગુણવત્તા પર અસર પડી છે. ગુજરાતી પત્રકારત્વના શરૂઆતના સમયગાળામાં તંત્રીલેખનું મહત્વ જબરદસ્ત હતું પરંતુ આઝાદી બાદ તંત્રીલેખની અસર કમશ: ઘટતી આવી છે. જેઓ પોતાનું નામ-સરનામું પણ ભૂલ વિના લખી શકતા નથી તેઓ ભૂલભૂલમાં તંત્રી બની બેઠા છે કે બનાવી દેવામાં આવ્યા છે! તળિયા વગરની વિચારધારા ધરાવતા તંત્રીઓ તંત્રીલેખ લખી શકતા નથી એટલે બીજા પાસે લખાવે છે! વધુ એક દુ:ખદ બાબત છે, એકવીસમી સદીમાં નવી પેઢીના વાંચકોને તંત્રીલેખ કોને કહેવાય, તંત્રીલેખ કોણ લખે છે, અખબાર કે સામયિકમાં તંત્રીલેખ કઈ જગ્યાએ હોય છે તેની ખબર હોતી નથી!
તંત્રી અંગ્રેજી શબ્દ ઊમશજ્ઞિિં છે. તેનો અર્થ સંપાદક થાય છે. જે સમાચારોનું સંપાદન કરે છે તેને ગુજરાતીમાં તંત્રી કે સંપાદક કહેવાય છે. અંગ્રેજીમાં શબ્દ ઊમશશિંક્ષલ છે, સંસ્કૃતમાં શબ્દ ર્લૈક્ષળડણ છે. સંસ્કૃતમાં ર્લૈક્ષળડણ શબ્દનો અર્થ પૂર્ણ કરવું કે મેળવવું એવો છે. ગુજરાતી પત્રકારત્વમાં તંત્રી કે સંપાદક દ્વારા થતું સંપાદન એટલે સમાચાર, લેખ, ભાષા, તસવીરો વગેરેમાં જરૂરી સુધારા-વધારા કરી તેને પ્રકાશનક્ષમ બનાવવાની પ્રક્રિયા. સંપાદન કરનાર વ્યક્તિને સંપાદક તરીકે ઓળખવામાં આવે છે, તંત્રીને પણ સંપાદક કહેવાય છે. તંત્રી સંપાદનક્રિયા કરે છે. સંપાદન એક મહત્વપૂર્ણ કામ છે. સંપાદકની કામગીરી સૌથી વધુ જટિલ અને જવાબદારીવાળી હોય છે. તંત્રી – સંપાદક એ સમાચાર પત્રનો સારથિ છે. અખબાર કે સામયિકના તમામ તંત્રનો સંચાલક એટલે તંત્રી. તંત્રી – સંપાદક સાથે સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક પણ હોય છે. એડિટર જેટલું જ કાર્ય ડેપ્યુટી એડિટર, સબ એડિટર, એસોસિએટ એડિટરનું હોય છે. એક અખબાર કે સામયિકમાં તંત્રી સાથે એકથી વધુ સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક હોય છે. અખબારો કે સામયિકોમાં રહેલી નાની-મોટી ક્ષતિ દૂર કરી સમાચાર, લેખ, ભાષા, તસવીરો વગેરેને પ્રસિદ્ધ કરવા જેવી બનાવનાર – સૂચવનાર તંત્રી કે સંપાદક હોય છે.
પત્રકારત્વમાં તંત્રી – સંપાદકનું પદ સર્વોપરી માનવામાં આવે છે, પત્રની નીતિનું નિર્ધારણ કરનાર અને તેને અમલમાં મૂકનાર તંત્રી – સંપાદક હોય છે. તંત્રી – સંપાદક ક્યાં સમાચાર પ્રસિદ્ધ કરવા, ક્યાં સમાચાર પ્રસિદ્ધ ન કરવા, ક્યાં સમાચારને કેટલી માત્રામાં મહત્વ આપવું કે ન આપવું એ વિશે તો નિર્ણય લે જ છે
- Advertisement -
ટૂંકમાં અત્ર, તત્ર, સર્વત્રથી જે સમાચાર સામગ્રીઓ તંત્રીવિભાગમાં આવે છે તે સમાચાર સામગ્રીઓમાંથી આખરી પસંદગી કરીને તેને પ્રકાશન યોગ્ય કરવાની પ્રક્રિયાને સંપાદન કહી શકાય, આ જવાબદારી નિભાવનાર વ્યક્તિને સંપાદક – તંત્રી તરીકે ઓળખી શકાય. આ કાર્ય સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક પણ કરતા હોય છે. કેટલાંક અખબારોમાં તંત્રી અને સંપાદક બંને હોય છે. કેટલાંક અખબારોમાં એકથી વધુ તંત્રી અને સંપાદક હોય છે. જે-તે શહેરની અલગ આવૃત્તિ હોય તો ત્યાં નિવાસી તંત્રી પણ નિયુક્ત કરેલા હોય છે. એક ઉત્તમ તંત્રીમાં પત્રકારત્વ સિવાય કાયદાનું જ્ઞાન હોવું જરૂરી જોઈએ. વિવિધ ક્ષેત્રોના અનુભવોના નીચોડ સિવાય તંત્રી બનવા માટેની યોગ્યતા તથા પ્રતિભા પણ આવશ્યક છે. તદુપરાંત તંત્રી પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. તંત્રીમાં ધીરજ, સંયમ, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા ગુણો પણ હોવા જોઈએ. તે સ્વસ્થ્ય માનસિકતા, મજબૂત મનોબળ સાથે આત્મવિશ્વાસથી છલોછલ નીડર અને ઉત્સાહી હોવો જોઈએ. તંત્રી સમયની કદર કરનારો અને સંજોગને ઓળખી જનારો હોવો જોઈએ. વધુમાં તંત્રી કોઈપણ ઘટના કે સમાચાર પાછળનાં તથ્યને પારખી શકે તેવો હોશિયાર હોવો જોઈએ. અન્યથી વધુ આવડત અને અન્ય કરતા વધુ અનુભવ તંત્રીને તાકાતવર બનાવે છે. તંત્રી – સંપાદકનો કાંટાળો તાજ પહેરી તમામ જવાબદારી પર ખરું ઉતરવું જેવા તેવાનું કામ નથી એટલે તંત્રી – સંપાદક બનવા માટે સૌ પ્રથમ વર્ષોનું તપ અને સદીઓની સાધના જોઈએ.
પત્રકારત્વમાં તંત્રી – સંપાદકનું પદ સર્વોપરી માનવામાં આવે છે. પત્રની નીતિનું નિર્ધારણ કરનાર અને તેને અમલમાં મૂકનાર તંત્રી – સંપાદક હોય છે. તંત્રી – સંપાદક ક્યાં સમાચાર પ્રસિદ્ધ કરવા, ક્યાં સમાચાર પ્રસિદ્ધ ન કરવા, ક્યાં સમાચારને કેટલી માત્રામાં મહત્વ આપવું કે ન આપવું એ વિશે તો નિર્ણય લે જ છે, અહીંથી તેમનું કાર્ય પૂર્ણ ન થતા તંત્રીલેખ, અન્ય લેખો તેમજ વાચકોના પત્રો વગેરેની પસંદગી-નાપસંદગી પણ કરવાની હોય છે. તમામ સમાચાર સામગ્રી તપાસવી, તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા વગેરે કામગીરી સાથે ક્યાં પત્રકારને ક્યાં ક્ષેત્રનું રિપોટિંગ સોંપવું, ક્યાં પત્રકારને કોની મુલાકાત કરવી? ક્યાં સવાલો પૂછી શકાય કે કઈ નવી સ્ટોરી કરી શકાય તેની પણ જાણકારી આપતી રહેવી પડે છે. ક્યાં પાનાં પર ક્યાં સમાચાર લેવા? પેઈજનું પ્રૂફ ચકાસવું વગેરે વગેરે.. વળી આ બધા સાથે પોતાનું પણ લેખનકાર્ય કરવાનું તો ખરું જ. એક આખા અખબાર કે સામયિકનું સંચાલન – સંકલન કરવાનું કાર્ય એકમાત્ર તંત્રી – સંપાદકના શિરે હોય છે અને એટલે જ કોઈપણ અખબારી તંત્રની સફળતા કે નિષ્ફળતા માટે માત્રને માત્ર જવાબદાર જો કોઈ હોય તો એ છે : તંત્રી – સંપાદક.
વધારો : આજનો પત્રકાર એ આવતીકાલનો તંત્રી છે!
પત્રકારત્વનું સર્વોપરી
પદ: તંત્રી – સંપાદક,
પત્રનું મહત્વપૂર્ણ અંગ: તંત્રીલેખ – સંપાદકીય લેખન
તંત્રીમાં પત્રકારત્વ સિવાય કાયદાનું જ્ઞાન હોવું જરૂરી જોઈએ, વિવિધ ક્ષેત્રોના અનુભવોના નીચોડ સિવાય તંત્રી બનવા માટેની યોગ્યતા તથા પ્રતિભા પણ આવશ્યક છે, તદુપરાંત તંત્રી પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. તંત્રીમાં ધીરજ, સંયમ, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા ગુણો પણ હોવા જોઈએ