સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વડાની મનમાની
GCASથી કંટાળીને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ ખાનગી યુનીમાં પ્રવેશ મેળવી રહ્યા છે: ભવનના વડા પર કાર્યવાહી કરો અન્યથા તમામને મનગમતા પ્રવેશની છૂટછાટ આપો : કોંગ્રેસની કુલપતિને રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.3
હાલમાં સરકારના નિષ્ફળ મોડેલ GCAS મારફતે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના ભવનમાં વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. કુલસચિવ દર બીજા દિવસે નવા નવા પત્રો કરી અને પ્રવેશ સંબંધી સૂચનાઓ આપે છે.
આપણી યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક ભવન ના અધ્યક્ષ મહેશ જીવાણી માટે આ નિયમો લાગુ ના પડતા હોય તેમ તેમણે પોતાની રીતે મેરીટ બનાવી બીજા રાઉંડ માટે તારીખ 6 થી 9 આપી દીધી. ખરેખર GCASદ્વારા અપાયેલ ટાઈમ ટેબલ અનુસાર હાલ નવા ફોરમ ભરાવવાનો સમય ચાલે છે, પ્રવેશ મેળવવા માગતા ઉમેદવારો પાસે અરજી પત્રક મગાવવાના છે, અને ત્યાર બાદ આવેલ અરજીઓનું મેરીટ બનાવી અને બીજો રાઉંડ જાહેર કરવાનો છે.
ઇલેક્ટ્રોનિક ભવનના અધ્યક્ષ મહેશ જીવાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બનાવેલ અને જાહેર કરાયેલ નિયમોનો ઉલાળિયો કરતા હોય ત્યારે અન્ય ભવનોને આવી છૂટ આપવામાં આવશે ?? સૌરાષ્ટ્રની કોલેજો પ્રવેશ માટે દુખી છે ત્યારે કોલેજના આચાર્યોને પણ આ રીતે પોતાને અનુકૂળતા મુજબ ૠઈઅજ અને યુનિવર્સિટીના પરિપત્ર ઉપરાંત નિર્ણય લઇ શકે ખરા ?
આપે બધાને આવી છુટ આપતો પરિપત્ર કરવો જોઈએ અથવા પોતાને યુનિવર્સિટીથી ઉપર માનતા મહેશ જીવાણી સામે કાર્યવાહી કરવી જોઈએ. આગામી દિવસોમાં આપે શું પગલાં લીધાં તેની માટે રૂબરૂ મળીશું.