લોકસભાની 2024ની ચૂંટણીને લઈને વિપક્ષ તરફથી કોણ ઉમેદવાર હશે, તેને લઈને અત્યારથી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. ત્યારે હવે આ બાબતને લઈને નીતિશ કુમારે પોતાની મનની વાત જણાવી છે.
2024ની લોકસભા ચૂંટણીમાં પીએમ પદ માટે વિપક્ષનો કોઈ સામૂહિક ચહેરો હશે કે પછી જનતાની વચ્ચે આ ચહેરો હશે. હાલના સમયમાં બે નામ ચર્ચામાં છે. પ્રથમ છે તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને બીજૂ નામ છે બિહારના સીએમ નીતિશ કુમાર.
- Advertisement -
નીતિશ કુમાર વિશે સહયોગી ઘટક આરજેડીના તેજ પ્રતાપ યાદવ પહેલા પણ કહી ચુક્યા છે કે, નીતિશજીને પીએમ બનાવાની જવાબદારી અમે ચોક્કસથી પુરી કરીશું. હા એ વાત અલગ છએ કે, જેડીયૂના રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સીધી રીતે નીતિશ કુમારે પોતાના વિશે કંઈ નથી કહ્યું. જો કે, એ મેસેજ આપ્યો છે કે, જો વિપક્ષ એકજૂટ થઈ જાય તો, 2024માં કેન્દ્રની સત્તામાંથી ભાજપને હટાવાનું આસાન થઈ જશે. જો કે, ખુદની દાવેદારી પર બોલવાનું તેમણે ટાળ્યું હતું. પણ હવે તેઓ ખુલ્લીને કહી રહ્યા છે કે, પીએમ પદને લઈને તેમના મનમાં શું છે.
I am not even the claimant, I don't even desire it: Bihar CM Nitish Kumar on speculations of his PM candidature pic.twitter.com/Z7LqEZ8UXd
— ANI (@ANI) September 6, 2022
- Advertisement -
ન દાવેદાર, ન લાલચ
સીપીએમ નેતા સીતારામ યેચૂરી સાથે દિલ્હીમાં મુલાકાત કર્યા બાદ નીતિશ કુમારના ભાવને સમજીએ તો, સ્પષ્ટ થઈ જશે કે, 2024માં દિલ્હીની ગાદીને લઈને તેમની કોઈ ઈચ્છા નથી. નીતિશ કુમારે કહ્યુ કે, તેઓ ન તો દાવેદાર છે, ન તો તેમને તેની કોઈ લાલચ છે. પણ સવાલ એ છે કે, રાજકારણમાં આ પ્રકારના શબ્દોનો શું અર્થ છે. શું નેતાઓના શબ્દો અંતિમ હોય છે કે પછી તે પલ્ટી મારવાની કોઈ સંભાવના છુપાયેલી હોય છે.