વાસ્તુશાસ્ત્ર એક પ્રાચીન વિદ્યા છે, જેનો ઉદ્દેશ્ય આપણા રહેઠાણની જગ્યાને સકારાત્મક ઊર્જાથી ભરવાનો અને જીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવાનો છે. ઘરમાં બેડરૂમનું વિશેષ મહત્ત્વ હોય છે, કારણ કે આ તે જગ્યા છે જ્યાં આપણે આરામ કરીએ છીએ અને દિવસભરનો થાક ઉતારીએ છીએ.
વાસ્તુ અનુસાર, જો બેડરૂમમાં કેટલીક ખોટી વસ્તુઓ રાખવામાં આવે, તો તેની નકારાત્મક અસર આપણા સ્વાસ્થ્ય, સંબંધો અને સમૃદ્ધિ પર પણ પડી શકે છે. એવામાં જાણીએ કે કઈ વસ્તુઓને બેડરૂમમાં રાખવાનું ટાળવું જોઈએ.
- Advertisement -
વાસ્તુ અનુસાર બેડરૂમમાં ન રાખવા જેવી વસ્તુઓ
ઘડિયાળ
બેડની પાસે અથવા માથાના ભાગે ઘડિયાળ લગાવવી વાસ્તુ મુજબ યોગ્ય માનવામાં આવતી નથી. આનાથી માનસિક તણાવ વધે છે. એમાં પણ જો ઘડિયાળ બંધ થઈ જાય કે ખોટો સમય બતાવે, તો તે જીવનમાં અવરોધ અને નકારાત્મકતાનો સંકેત આપે છે. આથી વાસ્તુ અનુસાર, ઘડિયાળને દીવાલ પર ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવી શુભ માનવામાં આવે છે.
- Advertisement -
પર્સ
સૂતી વખતે પર્સને બેડની પાસે અથવા માથાના ભાગે રાખવું અશુભ માનવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે, કારણ કે ધનને આરામની જગ્યાએ રાખવું લક્ષ્મી તત્ત્વની ઊર્જાને અશાંત કરે છે. જો આર્થિક મજબૂતી અને સ્થિરતા જોઈતી હોય, તો પર્સને હંમેશાં અલમારી કે તિજોરીમાં પૂર્વ કે ઉત્તર દિશામાં રાખો.
ઇલેક્ટ્રોનિક સામાન
આજકાલ મોબાઇલ, લેપટોપ કે ટેબ્લેટ લઈને બેડ પર સૂઈ જવું સામાન્ય થઈ ગયું છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ ખૂબ જ હાનિકારક છે. આ ઉપકરણોમાંથી નીકળતું રેડિયેશન અને બ્લૂ લાઈટ ઊંઘની ગુણવત્તાને બગાડે છે અને માનસિક શાંતિનો નાશ કરે છે.
ફૂટવેર (ચંપલ/બૂટ)
બૂટ-ચંપલને ધર્મ અને વાસ્તુ બંનેમાં અશુદ્ધ વસ્તુ માનવામાં આવે છે. તેનાથી બહારની ધૂળ-માટી અને નકારાત્મક ઊર્જા ઘરમાં આવે છે. જો તેને પલંગની પાસે રાખવામાં આવે, તો તેને લક્ષ્મીજીના આગમનમાં અવરોધ માનવામાં આવે છે. તેથી, હંમેશાં ફૂટવેરને શયનખંડની બહાર જ રાખવા જોઈએ. જ્યાં સ્વચ્છતા અને પવિત્રતા હોય છે, ત્યાં જ દેવી લક્ષ્મીનો વાસ હોય છે.
બેડરૂમમાં અરીસો (દર્પણ)
બેડરૂમમાં ક્યારેય પણ અરીસાને બેડની બરાબર સામે ન રાખવો જોઈએ. જો સૂતી વખતે તમારી છબી દર્પણમાં દેખાય, તો તે નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરી શકે છે. આનાથી ઊંઘની સમસ્યા, માનસિક તણાવ અને વૈવાહિક જીવનમાં મતભેદો થઈ શકે છે. જો દર્પણને હટાવવું શક્ય ન હોય, તો રાત્રે તેને કપડાથી ઢાંકી દો અથવા તેને કોઈ અન્ય દિશામાં રાખો.




