ભારતની પ્રાચીન વાસ્તુ સ્થાપત્ય કળામાં દરેક નિર્માણને એક જીવંત ઊર્જાનું કેન્દ્ર ગણ્યું છે અને ત્યાં સારી ઊર્જા જળવાય રહે તે માટે જ રોજબરોજના ઉપાયો સામાજિક રીતે વણી લેવામાં આવ્યા છે.
સ્પેસ, લેન્ડ એન્ડ સેલ્ફ
– રાજેશ ભટ્ટ
– રાજેશ ભટ્ટ
કોરોના પેનડેમિક પછી હવે કોઈને વેક્સિનની અગત્યતા સમજાવવાની જરૂર રહી નથી, સાયલન્ટ કિલરની જેમ શરીરમાં પ્રવેશી જતાં જીવલેણ વાયરસને નિષ્ક્રિય યા નિષ્ફળ બનાવવાનું કામ કરતી વેક્સિન શબ્દ અહીં ખરેખર તો હકારાત્મક શક્તિ (ઊર્જા)નું પ્રતિક છે અને વાત આપણા ઘર યા કામના સ્થળ ઓફિસને પણ લાગુ પડે છે.
શિર્ષક જરા અટપટુ લાગે તો હવે પછીની વાત નિરાંતે વાંચજો. આપણા શરીરમાં થનારી ભવિષ્યની બીમારી સામે રક્ષણ મેળવવા માટે આપણે વેક્સિનનો ઉપયોગ કરતાં હોઈએ છીએ, પરંતુ આપણા ઘર કે કામના સ્થળે આપણે મહત્તમ સમય ગાળતા હોઈએ છીએ. ત્યાંની ઊર્જા પ્રત્યે આપણે ખાસ લક્ષ આપતા નથી. ભારતની પ્રાચીન વાસ્તુ સ્થાપત્ય કળામાં દરેક નિર્માણને એક જીવંત ઊર્જાનું કેન્દ્ર ગણ્યું છે અને ત્યાં સારી ઊર્જા જળવાય રહે તે માટે જ રોજબરોજના ઉપાયો સામાજિક રીતે વણી લેવામાં આવ્યા છે.
- Advertisement -
આપણે ત્યાં દિવાળી પર તહેવારોના દિવસો દરમિયાન રંગોળી કરવાનો રિવાજ છે. દક્ષિણ ભારતમાં તો ઘર કે વ્યવસાયના સ્થળની બહાર દરરોજ રંગોળી કરવામાં આવે છે.
ફૂલ, રંગ કે અલગ-અલગ આકારથી થતી રંગોળી વાસ્તવમાં એક ફિલ્ટર કે લક્ષ્મણ રેખાનું કામ કરે છે. વ્યક્તિ જ્યારે બહારથી અંદર પ્રવેશે ત્યારે ફકત સારી ઊર્જા અંદર આવે અને નકારાત્મક ઊર્જા બહાર રહી જાય તે રંગોળી કરવાનો મુખ્ય આશય છે. રંગોળીમાં રહેલ અલગ-અલગ જીઓમેટ્રી (આકાર) અદ્ભુત શક્તિઓ ધરાવે છે.
પહેલાં તો લોકો દિવાળીમાં રંગોળીના સ્ટીકર ઘરમાં લગાવતા પરંતુ સમય જતાં આ પ્રથા પણ લુપ્ત થતી જાય છે. ઘરની અંદર ઊંબરો બનાવવાની પરંપરા પણ આ પ્રક્રિયાનો એક ભાગ છે. ઊંબરો એક મર્યાદાનું પ્રતિક છે. દરેક ઘરમાં ઊંબરો (ચોખઠ) બનાવવી આવશ્યક છે. જે મટીરીયલનો મુખ્ય દરવાજો હોય તે જ મટીરીયલનો ઊંબરો બનાવવો જોઈએ તે સારી એનર્જીને આકર્ષે છે.
- Advertisement -
પહેલાંના સમયમાં ગૃહિણીઓ દરરોજ સવારે સ્નાન કરીને ઊંબરાની પૂજા કરતી. કારણ કે ઊંબરો એ ઘરનો ‘સેફટી ગાર્ડ’ છે, પ્રાચીન સમયમાં ઊંબરા વગરનું ઘર અધુરૂં માનવામાં આવતું એટલે જ આપણને પ્રાચીન (જૂના) દરેક ઘરમાં ઊંબરો જોવા મળે છે.
વાસ્તવમાં પ્રાચીન ભારતીય પરંપરામાં ઘરની અંદર શુભ ઊર્જા જળવાય રહે અને બહારની નકારાત્મક ઊર્જા અંદર ન પ્રવેશે તે માટે રોજીંદી જીવન વ્યવસ્થામાં ગોઠવણી કરવામાં આવી જ હતી, જેમ કે રોજ સવારે મંદિરમાં દીવો કે આરતી કરીને ઘરના દરેક ખૂણામાં તેને ફેરવવી આ પ્રક્રિયા દરેક દિશામાં રહેલ દેવી-દેવતાઓને વંદન કરવા માટે છે તેમજ અગ્નિ (આરતી) સ્વરૂપે છે જે દરેક નકારાત્મક ઊર્જાને દૂર કરે છે તેથી હવે આપ સૌ આરતી અગરબત્તી કે ધૂપ ઘરના દરેક ખૂણામાં ફેરવશો તો ઘરમાં સારી ઊર્જા મળ્યા કરશે.
આપણા મુખમાં રહેલ દુર્ગંધ દૂર કરવા માટે જેમ રોજ પેસ્ટ લગાવી ટુથબ્રશ કરવું જરૂરી છે તેમ જે તે જગ્યાને ઊર્જાવાન બનાવવા માટે શ્રેષ્ઠ દ્રવ્યોનો ધૂપ કરવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. ગાયના છાણામાં અને ગાયના ઘીથી, ગૂગળ, એલચી, કપૂર અને અન્ય સુગંધી દ્રવ્યોનો ધૂપ જે તે જગ્યામાં રહેલ અશુદ્ધિ દૂર કરી બેક્ટેરિયાનો નાશ કરે છે અને જગ્યાને ઊર્જાવાન બનાવે છે. જે લોકોને ધૂમાડાથી એલર્જી હોય અથવા તો દરરોજ ધૂપ કરી શકતા નથી તેવા લોકોએ રોજીંદા સાફ-સફાઈમાં આખા મીઠાના પાણીથી પોતા કરી જગ્યાને શુદ્ધ કરી શકે છે. આજકાલ એવા પ્રશ્ર્નો પણ ખૂબ આવતા હોય છે કે, મારા વિશે સારૂં ન વિચારતી વ્યક્તિ મારા ઘેર આવી હતી તો તે નેગેટિવિટીને કેમ દૂર કરવી ? સાવ સાદી રીતે – આપ મીઠા(નમક)નાં પાણીથી સ્નાન કરી લો તથા ઘરમાં ધૂપ અને મીઠા (નમક)નાં પાણીનાં પોતા કરવાથી એનર્જી એકદમ પોઝિટિવ થઈ જશે.
ધૂપ-દીપ કરતી વખતે વગાડવામાં આવતી ઘંટડી, મંત્રોચ્ચાર પણ વાતાવરણને ઊર્જાવાન બનાવે છે બેશક, આ સાઉન્ડ થેરાપી જ સ્વરૂપ છે એટલે ઘર કે વ્યવસાયના સ્થળે સતત ધીમા અવાજે (રેકોર્ડેડ) મંત્રોચ્ચાર ગુંજતા રહે તો તેના થકી અપાર હકારાત્મક ઊર્જાનો લાભ મળે છે.
ફૂલ, રંગ કે અલગ-અલગ આકારથી થતી રંગોળી વાસ્તવમાં એક ફિલ્ટર કે લક્ષ્મણ રેખા સમાન છે, રંગોળી એ સેનિટાઈઝેશન ચેમ્બરનું કામ કરે છે.
જાણવા જેવું…
- રંગોળીમાં રહેલ અલગ-અલગ જીઓમેટ્રી (આકાર) અદ્ભુત શક્તિઓ ધરાવે છે.
- સુગંધી દ્રવ્યોનો ધૂપ જે તે જગ્યામાં રહેલ અશુદ્ધિ દૂર કરી બેક્ટેરિયાનો નાશ કરે છે અને જગ્યાને ઊર્જાવાન બનાવે છે.
- સાફ-સફાઈમાં આખા મીઠાના પાણીથી પોતા કરી જગ્યાને શુદ્ધ કરી શકે છે.
- ઊંબરો તૂટેલો ન હોવો જોઈએ.
- ઊંબરાની સાફ-સફાઈ દરરોજ કરવી જોઈએ.બસ તમારા ઘરને ‘વેક્સિન’ ઉપર દર્શાવેલ ડોઝ આપતા રહો. બીજી વાત કરીશું ‘ખાસ-ખબર’માં આવતાં શનિવારે….
- મુખ્ય દરવાજા પર ૐ, શ્રી, શંખ કે પોતાની ધાર્મિક માન્યતા અનુસાર શુભ પ્રતિકો ઘરને નકારાત્મક ઊર્જાથી રક્ષણ આપવા માટે જ છે.