SMCના DIG નિર્લિપ્ત રાયની ટીમે હર્ષિત જૈનને દબોચ્યો: 2200 કરોડના સટ્ટાકાંડમાં નવા ઘટસ્ફોટ થશે
હવે સૌરભ ચંદ્રાકર અને અમિત મજેઠિયા પર સકંજો કસાશે: બુકીઓ DIG અને રાજકીય ઘરોબો ધરાવતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત પોલીસની સૌથી મજબૂત ગણાતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટું ઓપરરેશન પાર પાડ્યું છે. પોલીસે 2200 કરોડથી વધુના માધુપુરા ક્રિકેટસટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી ઝડપી લીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના DIG નિર્લિપ્ત રાય અને તેની ટીમે આ મિશન પાર પાડ્યું હતું. હર્ષિત જૈન સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ કાઢવામાં આવી હતી. દુબઈ પોલીસે હર્ષિતને લોકેટ કરી લીધો હતો અને પછી સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન કરીને તેને ડિપોર્ટ કર્યો હતો.
માધુપુરા કેસમાં હર્ષિત જૈન પકડાયા બાદ પોલીસ હવે સૌરભ અને અમિત મજેઠિયા સુધી પહોંચશે. આ સહિત અન્ય બુકીઓ પણ સકંજામાં આવશે. વિદેશ ગયેલા બુકીઓ હવે એસએમસી ટૂંક સમયમાં સકંજો મજબૂત કરશે.
માધવપુરા પોલીસ સ્ટેશનમાં જે બુકીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તે બુકીઓ વગદાર છે અને કરોડોનો આસામી છે. તેઓ વિદેશમાં વસે છે અને પોતાનો ધંધો કાયદેસર હોવાની વાતો સ્પષ્ટ જણાવી રહ્યા છે. આ કેસમાં જે બુકીઓનાં નામ ખૂલ્યાં હતાં તે બુકીઓ ઈંઙજ અધિકારીઓ અને રાજકીય ઘરોબો ધરાવે છે. આમ, બુકીઓના રાજકીય દબાણથી તપાસ ઓછી થઈ હોવાનું મનાય છે.
- Advertisement -
શું છે મામલો?
ગુજરાતના ઇતિહાસમાં ક્રિકેટસટ્ટામાં સૌથી મોટા 2200 કરોડથી વધુના વ્યવહારનો પર્દાફાશ અમદાવાદ પીસીબીએ 28 માર્ચ-2023માં કર્યો હતો. અમદાવાદ પીસીબીના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને માહિતી મળી હતી કે કેટલીક કંપનીઓની અંદર કરોડોનાં ટ્રાન્ઝેક્શન થઈ રહ્યાં છે અને એ સામાન્ય વ્યક્તિના એકાઉન્ટમાંથી આવી રહેલા પૈસા છે, પરંતુ આ તમામ રૂપિયા સટ્ટા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ સટ્ટાની પોલીસ તપાસ કરવા માટે પ્રયાસ કરી રહી હતી એ સમયે અમદાવાદના માધુપુરામાં આવેલા સુમિલ કોમ્પ્લેક્સમાં પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. પીસીબીએ રેડ કરી ત્યારે સાત મોબાઇલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, 14 પીઓએસ મશીન, 193 સિમકાર્ડ, સાત પાનકાર્ડ, 83 કંપનીના સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળીને 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.